કેશોદનો યુવાન લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો : નાગપુરની યુવતી દાગીના લઈ છું

0

કેશોદનો યુવાન લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. મહારાષ્ટ્રના નાગપુરથી રૂા.૩,૩પ,૦૦૦ આપી સોગંદનામું કરીને પત્ની તરીકે કેશોદ આવ્યા બાદ યુવતીએ લગ્નના થોડા દિવસો બાદ મોબાઈલ ફોન, દાગીના લઈને નાગપુર કામ સબબ જવાનું કહી પરત જ ન આવતા યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો હતો. આ અંગે પોલીસમાં એક મહિના પહેલા ફરિયાદી નોંધાવી છે પરંતુ હજુ સુધી પોલીસને કોઈ સગડ મળ્યા નથી. કેશોદના દુર્ગેશભાઈ ધામેચાને તેઓની જ્ઞાતિના પરપ્રાંતીય યુવતીઓ સાથે લગ્ન કરાવવાની દલાલી કરતા ઘનશ્યામભાઈ અને ભવાનીએ ફરિયાદીના મોટાભાઈ રૂપેશભાઈ ધામેચાને વિશ્વાસમાં લઈ નાગપુર લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી. ખર્ચે પેટે રૂપીયા દશ હજાર ત્રણેક મહિના અગાઉ લઈ ગયા બાદ ભોગ બનેલા યુવાન દુર્ગેશભાઈ ધામેચા અને પિતાને મહારાષ્ટ્રના નાગપુર લઈ જઈ ત્યાં પ્રીતી મનીષ વારજુકર, અર્ચના ચૈતુપુણે, સુરજ ગણપતરાવ ચૈતુપુણે અને મનીષ રમેશરાવ વારજુકર મળીને યુવાન સાથે લગ્ન માટે લલીતા એકનાથ ભાસ્કરે સાથે મુલાકાત કરાવી હતી. યુવાને લગ્ન માટે સહમતી આપતા તમામ દલાલો અને યુવતીએ પૈસાની માંગણી કરતા કેશોદ રાજકોટના દલાલો અને યુવતીએ પૈસાની માંગણી કરતા કેશોદ રાજકોટના દલાલોએ જવાબદારી લેતા રૂા.૩,૩પ,૦૦૦ આપી સોગંદનામું કરીને પત્ની તરીકે સાથે લાવી પરત કેશોદ આવ્યા હતા. લગ્નના થોડા દિવસો બાદ લલીતા એકનાથ ભાસ્કરે નાગપુર કામ સબબ જવાનું કહી મોબાઈલ ફોન દાગીના લઈ જતી રહ્યા બાદ પરત આવી ન હતી. છેતરપિંડીનો ભોગ બન્યાનું યુવાનને લાગતા તેણે ઘનશ્યામભાઈ અને ભવાની અને રૂપેશભાઈ ધામેચાને હકિકત જણાવી હતી. પરંતુ આ લોકો નાણાંની ઉચાપત કરી રાજકોટ નાસી ગયા છે અને ટેલીફોનીક વાતચીત કરતા નાગપુર સ્થિત યુવતીએ ફરિયાદ નોંધાવી ફીટ કરી દેવાની ધમકી આપી વધુ અઢી લાખની માંગ કરતા યુવાને લૂંટેરી દુલ્હન અને મળતીયાઓ સામે કેશોદ પોલીસ સ્‌૭ેશનમાં એક મહિના પહેલા ફરિયાદ નોંધાવી છે. લૂંટેરી દુલ્હનના સાગ્રીતો દલાલોને ઓનલાઈન રકમ ચુકવી છે છતાં પોલીસે ગુનો દાખલ કર્યો નથી.

error: Content is protected !!