કેશોદમાં પાણી પ્રશ્ને મનદુઃખ થતા પંચરની દુકાન સળગાવી અને રૂા.રપ હજારનું નુકસાન કર્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે કેશોદમાં ઈન્દિરાનગર, પાણીના ટાંકા પાસે, શેરી નં-૧રમાં રહેતા મિલનભાઈ હરીભાઈ પરમાર જાતે અનુ. જાતી(ઉ.વ.૪ર)એ જયદેવસિંહ ઉર્ફે જયલો કનુભા ચુડાસમા, જીગ્નેશ ઉર્ફે કોમલ નાથાભાઈ રાઠોડ રહે. બંને કેશોદ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીની કેશોદ ઈન્દીરાનગરના નાકે પંચરની દકુાન આવેલ હોય ત્યાં આ કામના આરોપીઓ જઈ ફરીયાદીને કહેલ કે પાણી આપ અમારે બાથરૂમ જાવું છે તેવું કહેતા ફરીયાદીએ ખાલી બોટલ લાવવા જણાવતા આ કામના આરોપીઓએ ફરીયાદી પાસે રહેલ પાણીનું કેન માંગતા ફરીયાદીએ ઈન્કાર કરતા આ કામના આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નં-૧એ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ફરીયાદીની પંચરની દુકાન સળગાવવાની ધમકી આપી ફરીયાદી ત્યાંથી ઘરે જતા હોય ત્યાં બંને આરોપીઓ રસ્તામાં મળી ફરિયાદીને કહેલ કે આજે રાત્રે તારી દુકાન સળગાવી નાખીશું તેવું કહી રાત્રીના ફરીયાદીની પંચરની દુકાન તથા તેમાં રહેલ આશરે રપ૦૦૦નો માલ સળગાવી નાખી નાકશ કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ર૯૪(ખ), પ૦૬(ર), ૪૩૬, ૧૧૪, એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(આર)(એસ)૩(ર)પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદના નાયબ પોલીસ અધિકારી બી.સી. ઠક્કર ચલાવી રહ્યા છે.