જૂનાગઢ : ૧૭ લોકો પાસેથી રૂા.ર.૧૧ કરોડની છેતરપિંડી કરનાર નકલી ડીવાયએસપી છ દિવસના રિમાન્ડ ઉપર

0

પકડાયેલા શખ્સ પાસેથી ડીવાયએસપી, ડ્રાઈવર સિનીયર સિવીલ જજના ડુપ્લીકેટ કાર્ડ મળ્યા : વધુ છેતરપિંડીના કિસ્સા ખુલ્લે તેવી શકયતા

જૂનાગઢમાંથી નકલી ડીવાયએસપી બનીને લોકો સાથે છેતરપિંડી કરનાર જૂનાગઢ ફેમિલી કોર્ટના ડ્રાઇવરને એલસીબી જૂનાગઢ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને આ શખ્સની ઉંડાણપુર્વકની પુછપરછ કરવામાં આવતા તેણે ૧૭ લોકો પાસેથી રૂા.ર.૧૧ કરોડ ખંખેરી નાખ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પકડાયેલા શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે તેના ૧૮ ડિસેમ્બર બપોરના ૧ર વાગ્યા સુધી છ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
આ બનાવ અંગે વિશેષ મળતી વિગત અનુસાર વિનીત દવે નામનો આ ઈસમ ફેમિલી કોર્ટના ડ્રાઇવર ફરજ બજાવતો હતો અને મૂળ અમદાવાદના આ ઈસમ વિરૂધ્ધ જૂનાગઢ કોટમાં ઇન્કવાયરી ચાલુ હતી. અને તેથી તે પોતે ૨૯ ૫ ૨૦૨૩ થી કોર્ટમાં પણ ગેરહાજર રહેતો હતો. ત્યારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના હાથે ઝડપાયેલ આઈ સામે અત્યાર સુધીમાં ૧૭ થી વધુ લોકો પાસેથી ૨,૧૧,૫૦,૦૦૦ ( બે કરોડ અગિયાર લાખ પચાસ હજાર) રૂપિયાની છેતરપિંડી કરી છે. ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલ નકલી ડીવાયએસપી વિનીત દવે પાસેથી ગુજરાત પોલીસના ડીવાયએસપી લખેલું નકલી બનાવટી કાર્ડ અને ફેમિલી કોર્ટ આઈકાર્ડ,પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જૂનાગઢ ના નામ વાળું આઈ કાર્ડ મળી આવ્યું છે. એટલું જ નહીં આ ઝડપાયેલ નકલી ડીવાયએસપી પાસેથી ઉચ્ચકક્ષાના બે અધિકારીઓ તેમને ડીવાયએસપીનું પ્રમોશન મળતા ઁૈॅॅૈહખ્ત ઝ્ર્રીિીદ્બહઅ ની એટલે કે જ્યારે પ્રમોશન મળે ત્યારે ઉચ્ચ અધિકારી દ્વારા જે સ્ટાર લગાવવામાં આવે છે તેવો ફોટો પણ એડીટીંગ કરેલો તેમની પાસેથી મળી આવ્યો હતો. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ જે જે પટેલને ખાનગી બાતમી મળી હતી કે વિનીત બંસીલાલ દવે નામનો અમદાવાદનો ઈસમ જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને આ ઈસમ પોલીસ ખાતામાં નોકરી ન કરતો હોવા છતાં પણ લોકોને છેતરવા માટે પોતે ડીવાયએસપી હોવાની ઓળખ આપે છે અને ડીવાયએસપી તરીકેનું નકલી ઓળખકાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી લોકોને છેતરે છે ત્યારે આ હિસાબે સામાન્ય લોકોને ડીવાયએસપીનું કાર્ડ બતાવી સરકારી નોકરી આપવાના બહાને ખૂબ જ મોટી રકમ નાના ઉઘરાવી વિશ્વાસઘાત કરે છે. બાતમીના આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એમજી રોડ ઉપર આવેલ સૂબો મંગલ કોમ્પલેક્ષ નજીકથી આ નકલી ડીવાયએસપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ નકલી દિવસ પીએ પોતે જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કર્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ જૂનાગઢ કોર્ટ દ્વારા તેમના ઉપર ઇન્કવાયરી શરૂ હતી. અને ઘણા લાંબા સમયથી આ ઈસમ કોર્ટમાં પણ ગેરહાજર રહેતો હતો. ત્યારે પોલીસ દ્વારા ઝડપાયેલ ઈસમ વિનીત દવે પાસેથી નાયબ પોલીસ અધિક્ષકનું હોદ્દા વાળું ડુબલીકેટ કાર્ડ મળી આવ્યું હતું જેને લઇ જૂનાગઢ એ ડિવિઝન પોલીસે તેના વિરૂધ્ધ ૪૦૬, ૪૦૫, ૪૬૮, ૪૭૧ અને ૧૭૦ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. હાલ પીઆઇ વત્સલ સાવજ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ નકલી ડિવાયએસપીએ અત્યાર સુધીમાં ૧૭ થી વધુ લોકો સાથે બે કરોડથી વધુની છેતરપિંડી કરી છે. જેમાં અફસાના બ્લોચ ગોંડલ ૧૦ લાખ, સાહિલ હારૂ ચાવડા ગોંડલ ૧૦ લાખ, રાહુલ ચાવડા ગોંડલ દસ લાખ, યસ કુંભાર ગોંડલ ૧૨,લાખ, જયરાજ નવલભાઇ રાઠોડ ગોંડલ ૧૩ લાખ, શૈલેષ મંગળભાઈ કાછડ અમરેલી ૧૮ લાખ, શુભમ મુકેશભાઈ વેરડા ગોંડલ ૨૧ લાખ, ક્રિષ્ના પિયુષભાઈ સોલંકી ગોંડલ ૮ લાખ, વિનય શૈલેન્દ્રભાઈ વ્યાસ ગોંડલ ૮ લાખ, કાજલબેન ભાર્ગવભાઈ જસાણી ગોંડલ ૧૬,લાખ, ગૌરાંગ અશોકભાઈ પરડવા રાજકોટ ૧૮ લાખ, ગુંજન અશોકભાઈ પરડવા રાજકોટ ૭,૫૦,લાખ, ગૌરીબેન ભરતભાઈ વાણીયા તાલાળા ૨૦ લાખ, કાજલબેન પટેલ વાડલા જુનાગઢ બ૨ લાખ, પવન યોગેશભાઈ દવે જુનાગઢ ગાંધીગ્રામ ૫,લાખ, કિશોરભાઈ કલસરિયા ગીર સોમનાથ ૨૦ લાખ મળી કુલ ૨,૧૧,૫૦,૦૦૦ (બે કરોડ અગિયાર લાખ પચાસ હજાર)ની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે દવે નામની વ્યક્તિ જે જૂનાગઢમાં ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો અને તેમના વિરૂધ્ધ કોર્ટમાં તપાસ શરૂ હતી તેના કારણે તે કોર્ટમાં હાજર રહેતો ન હતો. તે દરમ્યાન જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી કે પોલીસનું ઓળખ આપી અને એક વ્યક્તિ જૂનાગઢમાં આંટાફેરા મારે છે. એવી હકીકતના આધારે ગઈકાલે એમ.જી રોડ ઉપર આ વીનીત દવેને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો હતો. એમની વધુ પૂછપરછ કરતા જાણવા મળે એટલે કેટલાક સમયથી કોર્ટમાં ગેરહાજર છે. પરંતુ પોલીસનું ડુપ્લીકેટ કાર્ડ જેમાં ડિવાઈએસપીનો હોદો બનાવી અને પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપતો હતો અને અલગ અલગ લોકોને નોકરી આપવાના બહાને એમણે છેતરપિંડી કરેલ હતી. આ ઈસમ મૂળ વતની અમદાવાદ જિલ્લાનો છે. આરોપી હાલ માટે પોતાના ફેમિલી સાથે વડોદરા શહેરમાં તે રહે છે અને આ પકડાયેલ ઈસમ વિનીત બંસીલાલ બંસીલાલ એ અમદાવાદના ગોવિંદ એપાર્ટમેન્ટ મણીનગર ખાતે તેમના ફેમિલી સાથે પણ રહે છે. આ ઈસમ પાસેથી ડીવાયએસપીનું બનાવટી ઓળખકાર્ડ છે. અને ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે હોવાનું ઓળખકાર્ડ, અને સિવિલ પ્રિન્સિપલ જજનું એક ડુપ્લિકેટ કાર્ડ કોપી પ્રિન્ટ કાઢીને પણ પોતાની સાથે રાખતો હતો. આ ઈસમે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના લગભગ ૧૭ એક જેટલા યુવાનોને નોકરી આપવાના બહાને પૈસાની ખેતરપિંડી કરેલી છે. આ નકલી ઙ્ઘઅજॅ એ કુલ બે કરોડથી પણ વધારે રકમ લોકો પાસેથી પડાવી છે. એ ઘટના બાબતે જણાવવાનું છે કે ક્યારેય પણ આવા કોઈ ઇસમો નોકરીના બહાને અથવા નોકરી આપવાના બહાને લાલચમાં લાવીને કોઈપણ યુવાન કે મા-બાપને જ્યારે આવી લાલચ આપતા હોય છે. ત્યારે એમને ખાસ સાવચેત રહેવું જોઈએ. કારણ કે આવી કોઈ પણ પ્રકારની નોકરી વ્યક્તિગત રીતે કોઈ આપી શકતું નથી. આખું અલગ એક વ્યવસ્થા તંત્ર હોય છે. તેના માટે પરીક્ષા હોય છે. ફોર્મની જાહેરાત કરવામાં આવે છે અને પરીક્ષા લેવાય ત્યારબાદ સમગ્ર પ્રક્રિયાને અંતે સરકારમાંથી વારની નિમણૂક થતી હોય છે. ત્યારે આવા લેભાગુ તત્વોથી કોઈ યુવાનો તેમના માતા-પિતાઓ એમને શોર્ટકટમાં ન પડે એવી હું જિલ્લા પોલીસ વતી અપીલ કરૂ છું.

error: Content is protected !!