રાજપુત યુવક મંડળ જામકંડોરણા અને રાજપુત સમાજ દ્વારા જામકંડોરણા ખાતે જામકંડોરણા તાલુકા રાજપુત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

0

જામકંડોરણા તાલુકાની રાજપુત સમાજની ૧૦ ક્રિકેટ ટીમો વચ્ચે મુકાબલો થશે

જામકંડોરણા તાલુકા રાજપુત યુવક મંડળ અને રાજપુત સમાજ દ્વારા તાલુકા રાજપુત સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામકંડોરણા તાલુકામાંથી પીપરડી ઈલેવન, યુવરાજ પીપરડી ઈલેવન, ચરેલ લાયન્સ, વાવડી ઈલેવન, અડવાલ ઇલેવન, રોયલ ઇલેવન, અચવડ ઇલેવન, પીપળીયા વોરિયર્સ, સાતોદડ ઇલેવન, સોડવદર ઇલેવન સહિત ૧૦ ટીમોનું રજીસ્ટ્રેશન થયેલ છે. આ ૧૦ ટીમો વચ્ચે તારીખ ૧૬ અને ૧૭એ જામકંડોરણાનાં જસાપર ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મુકાબલો યોજાશે. રામદૂત પેટ્રોલિયમ ખજુરડા, શોમેશ્વર પેટ્રોલીયમ કાનાવડાલા, ભરતસિંહ ચુડાસમા ચરેલ હાલ રાજકોટનાં આર્થિક સહયોગથી આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. ટુર્નામેન્ટ રમાડતા વધતી રકમ રાજપુત યુવક મંડળ અને સમાજ દ્વારા ચાલતી સેવાકીય પ્રવુતિઓમાં જમાં કરવામાં આવશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા રાજપુત સમાજના યુવાનો ક્રિકેટનાં જાણકાર ક્રિકેટ પ્રેમીભાઈ અરવિંદસિંહ જાડેજા પીપરડીનાં માર્ગદર્શન સતત જેહમત ઊઠાવી રહ્યા છે.

error: Content is protected !!