જૂનાગઢમાં ૧૦ બોટલ સાથે યુવાનને ઝડપી લેતી પોલીસ

0

“Richmond, Virginia, USA – March 11th, 2013: Liquor Bottles On A White Background. The Liquors Are 1800, Jose Cuervo, Jagermeister, Captain Morgan, Tanqueray, Maker’s Mark, Jack Daniels, And Bombay Sapphire.”

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ જૂનાગઢમાં પોલીસે જાેષીપરાના એક યુવાનને નશાબંધી ઓફિસની બાજુમાંથી ૧૦ બોટલ દારૂ સાથે પકડી પાડ્યો હતો. આ બનાવ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે શહેરમાં ઉપરકોટ પાસે નશાબંધી ઓફિસની બાજુમાં ઠાકર પાનની દુકાન પાસે જાેષીપરાનો સાગર અમૃતભાઈ જાેગીયા(ઉ.વ.૨૬) ભારતીય બનાવટના વિદેશી દારૂ જથ્થો રાખીને તેનું વેચાણ કરતો હોવાને બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચનાં સ્ટાફે દોડી જઈને આ ઈસમને રૂપિયા ૧૦૦૦ની કિંમતના ૨૦૦ એમએલ દારૂની ૧૦ બોટલ સાથે ઝડપી લઇ તેની પાસેથી દારૂ અને રૂપિયા ૫,૦૦૦નો મોબાઈલ ફોન કબજે કરીને કાર્યવાહી કરી હતી. પૂછપરછમાં આ ઈસમે દારૂ ગોધાવાવની પાટીમાં રહેતો હર્ષગીરી ઉર્ફે ચીચુ પ્રવીણ ગીરી ગોસ્વામી પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા તેની સામે પણ એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. રામ શહેરમાં નશાબંધી કચેરીની બાજુમાંથી દારૂ વેચાણનો પર્દાફાશ થતાં ચૂકચાર મચી ગઈ છે.

error: Content is protected !!