માંગરોળ : ફોટા કેમ વાઇરલ કર્યા કહી, યુવાનને માર મારી ન્યૂડ વીડિયો ઉતારી ધમકી આપી : ચકચાર

0

માંગરોળ પંથકમાં બનેલા એક બનાવમાં ફોટા કેમ વાઇરલ કર્યા તેમ કહી ૪ ઈસમોએ યુવાનને લાકડીથી માર મારી બાદમાં તેનો ન્યૂડ વીડિયો ઉતારી ધમકી આપી હતી. આ બનાવમાં યુવકને ઈજા થતાં સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માંગરોળ બંદરના બઇ વિસ્તારમાં રહેતો જતીન મેઘજીભાઈ ગોહેલ (ઉ.વ.૨૬) મંગળવારે બપોરના અરસામાં માંગરોળ બજારમાં હતો ત્યારે બંદર ખાતે રહેતો ભાવેશ હીરાભાઈ ગોસિયાનો જતીનને ફોન આવ્યો હતો અને તેણે જણાવેલ કે, મારા કાકાની દીકરીનો ફોટો તે વાયરલ કર્યો છે. કેમ કહેતા યુવાને ના પાડી હતી પરંતુ ભાવે છે તું અહીં માંગરોળ બંદર કાટીના વડલા પાસે દિનેશભાઈના પ્લોટમાં આવ તારો મોબાઈલ ચેક કરવો છે. કેમ કહેતા યુવક ત્યાં ગયો હતો અને ભાવેશ તેમજ પિયુષ શાંતિભાઈ ગોસીયાએ જતીનનો મોબાઇલ ચેક કરી આ ફોટા હતી એ વાયરલ કર્યા છે તેથી યુવાને ફરી ના પાડતા બંને ઇસમો પ્લોટમાં બોટનો સામાન રાખવાની વખતમાં યુવકને લઈ ગયા હતા. જ્યાં ભાવેશ અને પિયુષએ લોખંડના પાઇપ વડે અને માવજી દેવા ગોસીયા અને રવિ હીરા મોતીવરસ નામના શખ્સે લાકડી વડે માર માર્યો હતો અને જતીનને નગ્ન કરી પિયુષએ તેના મોબાઇલમાં નગ્ન વિડિયો ઉતારી અને હવે જાે ફોટા વાયરલ કર્યા છે તો આ તારો નગ્ન વિડીયો વાયરલ કરી દેશું અને જાનથી મારી નાખશું એવી ધમકી આપીને તમામ ઈસમો નાસી ગયા હતા. આ હુમલામાં યુવાનને ઈજા થતાં તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે માંગરોળ બંદર પોલીસે જતીન ગોહેલની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!