જૂનાગઢમાં સુસવાટા મારતો પવન ફુંકાયો : ઠંડીમાં વધારો

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં એક જ દિવસમાં તાપમાન ૩ ડિગ્રીના ઘટાડા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જૂનાગઢ હવામાન વિભાગમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં શનિવારે સવારનું લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી રહ્યા બાદ એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રીના ઘટાડા સાથે રવિવારે તાપમાનનો પારો ૧૫.૫ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે ઠંડીમાં વધારો થયો હતો. વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસનું આવરણ રહ્યું હતું અને સાથે સાથે આકાશમાં વાદળો પણ છવાઈ ગયા હતા. રવિવારે સવારે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ૭૫ ટકા બપોરબાદ ૪૦ ટકા રહ્યું હતું. દિવસ દરમ્યાન પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૨ કિલોમીટરની રહી હતી. આમ, જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તાપમાનમાં એકા- એક ઘટાડા સાથે ઠંડક પ્રસરી હતી. દરમ્યાન ગઈકાલે રાત્રીથી જ સુસવાટા મારતો પવન ફુંકાયો છે અને ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. જૂનાગઢ શહેરનું તાપમાન જાેઈએ તો આજે મહતમ ર૩.૪, લઘુતમ ર૦.૬ રહ્યું છે. જયારે ભેજ ૪૯ ટકા અને પવનની ગતી પ.૭ રહી છે.

error: Content is protected !!