જૂનાગઢના માણાવદર તાલુકાના દગડ ગામના પાટીયા નજીક બાઈક-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મૃત્યું

0

જૂનાગઢ ફરવા આવેલા યુવાનનું બાઈક રિક્ષા સાથે ટકરાતા તેનું મૃત્યું નિપજ્યું હતું અને અક્સ્માતમાં મૃતકના મિત્રને ગંભીર ઈજા તેમજ રિક્ષાનાં પેસેન્જરોને પણ નાની મોટી ઇજા થઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર માણાવદરના મીતડી રોડ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ અજીતભાઈ જાડેજા(ઉ.વ.૨૦) અને તેનો મિત્ર જગદીશ અશ્વિન સોલંકી ૧૨ ડિસેમ્બરના રોજ સાંજે બાઈક ઉપર બેસીને જૂનાગઢ ફરવા આવી રહ્યા હતા ત્યારે માણાવદર તાલુકાના દગડ ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ સામે માણાવદર વંથલી તરફ જઈ રહેલ પ્યાગો રીક્ષામાં અથડાતા હિતેશભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મૃતકના મિત્ર જગદીશ સોલંકી ઉપરાંત રિક્ષાના પેસેન્જરને પણ નાની મોટી ઈજા થઈ હતી.

error: Content is protected !!