કેન્સરના દર્દીનું હૃદય માત્ર ૩૦ ટકા જેટલું કાર્યરત હોવા છતાં જટીલ સર્જરી સફળતાપુર્વક કરી દર્દીને નવજીવન અર્પતા ડો. ખ્યાતિ વસાવડા

0

દર્દીઓને રોગમુક્ત કરી અમે જીવનની ગુણવત્તા સુધારવા રાજકોટ કેન્સર સોસાયટી કટીબધ્ધ : ડો. ખ્યાતિ વસાવડા

રાજકોટ કેન્સર સોસાયટી(નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ)ના મોઢા તથા ગળાના કેન્સર વિભાગમાં જે દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેઓને લાંબા સમયથી ન રુજાતા ચાંદાની ફરીયાદ હોય છે. જેમાંથી વધુ પડતા દર્દીઓને તમાકુ અથવા અન્ય વ્યસનો હોય છે. આ પ્રકારના દર્દીઓમાં હંમેશા પ્રથમ તબકકામાં ઓપરેશન કરવાની ફરજ પડે છે. કારણ કે દર્દી રોગની શરૂઆતના સમયમાં તેને અવગણે છે અને તેના પરિણામે કેન્સર વધુ આક્રામક સ્વરૂપમાં આવી જાય છે. આ દર્દીનું જાે પ્રથમ વખત ઓપરેશન હોય તેના માટે ઘણા વિકલ્પો હોય છે જેમાં વિવિધ પ્રકારની પ્લાસ્ટીક સર્જરી કરી શકાય છે. પરંતુ જયારે કોઈ દર્દી બીજી વખત કેન્સર થાય અથવા મોઢાના તેજ ભાગમાં બીજી વખત કેન્સર દેખાય ત્યારે તબીબો માટે તે પરિસ્થિતી થોડી કપરી બની જતી હોય છે. આવી જ તકલીફો સાથે એક દર્દી રાજકોટ કેન્સર સોસાયટીમાં સારવાર અર્થે આવેલ હતા. તેઓની સારવાર હોસ્પિટલના મેડીકલ ડાયરેકટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત ડો.ખ્યાતી વસાવડાની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી. ડો.ખ્યાતી વસાવડાના જણાવ્યા મુજબ આ દર્દીના ઓપરેશન દરમ્યાન કેન્સરગ્રસ્ત થયેલ નીચલુ જડબુ કાઢી નાખવા આવ્યુ. આ ઉપરાંત કોઈપણ દર્દીની સારવાર દરમ્યાન તેની સામાન્ય તપાસ અને જરૂરી તમામ રિપોર્ટસ કરવા ખુબ જ આવશ્યક હોય છે. ડો.ખ્યાતી વસાવડા અને તેમની ટીમ દ્વારા આ દર્દીના રિપોર્ટસ કર્તા માલુમ થયું કે દર્દીનું હૃદય માત્ર ૩૦ % જેટલુ જ કાર્યરત છે. તેથી આ દર્દીની પરિસ્થિીતી જટીલ હતી અને દર્દીની સારવાર આ બધા જ પરિબળોને ધ્યાનમાં લઈ આયોજન કરવામાં આવ્યું જેમાં બચેલા ભાગના હાડકા સાથે ગાલ, ગલોફાની ચામડી કાઢવામાં આવી અને જટીલ પ્લાસ્ટીક સર્જરી વડે નવું જડબું બનાવવાનું ઓપરેશન ડો.ખ્યાતી વસાવડા(મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત) તથા ડો.ભાવિન માધાણી(આસી. કન્સલ્ટન્ટ, મોઢા તથા ગળાના કેન્સરના તબીબ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બહારના ભાગમાં ગાલનો ભાગ બનાવવા ખભ્ભાની ચામડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની જટીલ કસોટીમાંથી પસાર થયા બાદ આઈ.સી.યુ ક્રિટીકલ કેરના નિષ્ણાંત તબીબો વડે દર્દીને સ્ટેબલ રાખીને સારવાર પુર્ણ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર ૧પ દિવસમાં જ દર્દીની ગળાની શ્વાસની નળી, નાકની નળી અને ખોરાકની નળી કાઢી નાખવામાં આવી અને દર્દી મોઢેથી ખોરાક લેતા થયા તથા કોઈપણ પ્રકારની તકલીફ વગર ચાલતા થયા. આજે તેમની ઓપરેશન પછીની સારવાર પણ પુર્ણ થયેલ છે અને દર્દીને નવું જીવનદાન મળેલ છે. રાજકોટ કેન્સર સોસાયટી આ પ્રકારના અનેક દર્દીની છેલ્લા પાંચ દાયકાથી વધારે સમયથી સાથે ઉભા રહી, સારવાર કરી અને રોગમુકત કરી નવજીવન આપવા કટ્ટીબધ્ધ છે.

error: Content is protected !!