જૈન દાતા દ્વારા સંસ્થાને કુલ રૂા.૭.૭૧ લાખનું અનુદાન
જૂનાગઢમાં ભવનાથ તીર્થ સ્થિત પારસધામમાં બિરાજિત પૂજ્ય નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જૈન દાતાઓ દ્વારા વાડલા ફાટક પાસે આવેલા રાષ્ટ્રીય અંધજન મંડળને ૨૫ કિલોવોટની સોલાર પેનલ વસાવવા તેમજ અન્ય જરૂરિયાતો માટે રૂા.૭.૭૧ લાખનું અનુદાન આપી ઉત્તમ સેવાકાર્યનું દ્રષ્ટાંત પુરૂ પાડ્યું છે. જૂનાગઢમાં વાડલા ફાટક પાસે આવેલું રાષ્ટ્રીય અંધજન મંડના શિક્ષણ, તાલીમ, પુનવર્સન અને આશ્રય માટે છેલ્લા ૪૩ વર્ષથી સતત કાર્ય કરે છે. સંસ્થા ખાતે પ્રજ્ઞાચક્ષુ વૃધ્ધાશ્રમ, દિવ્યાંગો માટે ઉદ્યોગ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્ર તેમજ અંધજન પુસ્તકાલય કાર્યરત છે. ત્યારે સંસ્થા મોટા સંકુલના વીજળી ખર્ચને પહોંચી વળવા અને પ્રદુષણમુકત એનર્જી માટે ભવનાથ સ્થિત પારસધામમાં બિરાજીત પૂજય નમ્રમુનિમહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી જૈન દાતા દ્વારા સંસ્થાને ૨૫ કિલોવોટની સોલાર પેનલ વસાવવા માટે રૂપીયા ૭ લાખ ઉપરાંત ૨૧ હજારનો કાચો સીધો અને ૫૦ હજાર અન્ય ખાસ જરૂરિયાતો પુરી કરવા માટે અનુદાન કર્યું છે. આ તકે સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધો તેમજ અંધજનોને પારસધામ ખાતે ભોજન પ્રસાદ સાથે નમ્રમુનિ મહારાજ દ્વારા આશીવાદ આપવામાં આવ્યા હતા.