જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી પાસે, જુના એલપીજી પંપની બાજુમાં, ઓઘડનગર જવાના રસ્તા ઉપરથી પોલીસે એક કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ વિગેરે મળી કુલ રૂા.૧,૩ર,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. જયારે હાજર નહી મળી આવેલ શખ્સ વિરૂધ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ બનેસિંહે જાતે ફરિયાદી બની અને હાજર નહી મળી આવેલ ઈમરાન આમીરમીયા બુખારી રહે.ડુંગરપુર તા.જૂનાગઢ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ પોતાના કબ્જા ભોગવટાવાળી ફોરવ્હિલ કાર નં.જીજે-૦૧-એચએમ-૭૩૮૦ કિ.રૂા.૧,૦૦,૦૦૦માં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૭પ૦ એમ.એલની ફોર સેલ ઈન મધ્યપ્રદેશ ઓન્લી લખેલ પ્લાસ્ટીકની બોટલ નંગ-પ૮ કિ.રૂા.ર૩,ર૦૦ તથા ૧૮૦ એમએલની ફોર સેલ ઈન મધ્યપ્રદેશ ઓન્લી લખેલ પ્લાસ્ટીકની નાની-નાની બોટલ(ચપટા) નંગ-૯૬ કિ.રૂા.૯૬૦૦ મળીને કુલ કિ.રૂા.૧,૩ર,૮૦૦ મતાનો મુદ્દામાલ રાખી હાજર નહી મળી આવી ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી અને આરોપી વિરૂધ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.
વિસાવદર તાલુકાના કાલસારી ગામે ખુલ્લા મેદાનમાંથી સાઉન્ડ સર્વિસના સામાનની થયેલ ચોરી
વિસાવદર તાલુકાના કાલસારી ગામે સરકારી દવાખાનાની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાંથી સાઉન્ડ સર્વિસના સામાનની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે મેહુલભાઈ વલ્લભભાઈ ચીતલીયા(ઉ.વ.૩૧) ધંધો-સાઉન્ડ સર્વિસ તથા લાઈટ ડેકોરેશન રહે.ગાયત્રીનગર, બગસરા વાળાએ અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીનું સાઉન્ડ સર્વિસનો સામાન સ્પીકર નંગ-ર તથા એમ્પ્લીફાયર નંગ-૧ જેની કુલ કિ.રૂા.૩પ,૦૦૦ તથા વિડીયો શુટીંગનો કેબલ તથા ચાર્જર તથા કપડા તથા સોનાની વિટી છ ગ્રામની તથા ફાસ્ટ્રેકની ઘડીયાળ તથા રોકડ રૂપીયા ર૦૦૦ મળી જેની કુલ કિં.રૂા.૧૮૦૦૦ જે બંને મળી કુલ કિ.રૂા.પ૩,૦૦૦ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.