સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને મળ્યો અદ્ભુત પ્રતિસાદ : પુષ્ટિસંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવની કળાત્મક ફલશ્રુતિ

0

ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ કેટલું અદભુત પરિણામ લઈ આવે છે તે હજારો મુલાકાતીઓએ જાતે અનુભવ્યું

પુષ્ટિ સંસ્કાર સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો અંતિમ દિવસ હોય ભાવિકો આતુરતાપૂર્વક વાટ જાેતા હતા. જેનું સ્વાગત વક્તવ્ય બાળકો દ્વારા કર્યા બાદ ગોસ્વામી ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના વચનામૃતથી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પ્રથમ કૃતિમાંજ શ્રીકૃષ્ણનું બાલ સ્વરૂપ ગોવાળિયાઓ સાથે સ્ટેજ ઉપર આવ્યું ત્યાં જ, ઉપસ્થિત દર્શકોમાં ખુશીની લહેર દોડી ગઈ, આ પ્રસ્તુતિમાં ભાવિકો જાણે વૃંદાવન પહોંચી બાલકૃષ્ણ લીલા માણતા હોય તેવી અનુભૂતિ પામી. ત્યારબાદ વૈષ્ણવોને પ્રિય મધુરાષ્ટકમ – શ્લોક ગાન ધોરણ ૧-૨ ના ૧૦૦થી વધુ બાળકોએ રજૂ કર્યું ત્યારે તેમની ભાવઅંગીમાંને વધાવી લીધા. ગીત જયતુ જનની જન્મભૂમિએ સંસ્કૃતિ અને દેશભક્તિની ઝાંખી કરાવી, તો સાથે શ્રી હરિરાયજી મહાપ્રભુજીકૃત નિત્ય લીલા- નૃત્ય નાટિકામાં ભક્તિનો રંગ દર્શાવ્યો. પુષ્ટિસંસ્કાર સ્કૂલના બાળકોને પોતાની સ્કૂલ માટે ખૂબ અહોભાવ અનેગૌરવને નૃત્ય સ્વરૂપે પ્રસ્તુત કરેલ, જે શ્રી પિયુષબાવાશ્રીના વહુજી શ્રીપદ્મશ્રીવહુજી દ્વારા રચિત થયેલ. વ્યક્તિ વિકાસ દ્વારા સમાજ વિકાસ માટે પુષ્ટિસંસ્કાર સ્કૂલના વિજનને કન્વીનરશ્રી આનંદભાઈ ઠક્કરે બખૂબી દર્શાવેલ. આ ભવ્ય-દિવ્ય આયોજન માટે હજારો સ્વયંસેવક સતત સેવા આપી રહ્યા છે. જેઓ દિવસ-રાત કે ઠંડી-ગરમીને વચ્ચે પણ કાર્યરત છે. તેમના સન્માન સહિત આવતીકાલે રાસોત્સવનું આયોજન છે. જે માણવા માટે પધારવા સર્વે વૈષ્ણવો આમંત્રિત છે. તેમજ પ્રદર્શન નિહાળવા માટે અંતિમ દિન છે.

error: Content is protected !!