માંગરોળના દરીયામાં ટોકન લીધા વગર માછીમારી કરનાર ૩ બોટના સંચાલકો વિરૂધ્ધ ગુના દાખલ

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દરિયાઇ કાંઠા વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવા તેમજ રજીસ્ટ્રેશન- લાયસન્સ વગર કે ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરવા માટે જતી બોટો/હોડી/પીલાણા વિગેરેને ચેક કરવા અને લાયસન્સમાં જણાવેલ શરતનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. જે અન્વયે એસ.ઓ.જી.જૂનાગઢના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ છે. દરમ્યાન એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફ માંગરોળ દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલનાઓને હકીકત મળેલ કે, જુનાગઢ જીલ્લામાંથી માછીમારી કરવા સંખ્યાબંધ ભારતીય માછીમારો હોડી-બોટ લઈ દરીયામાં માછીમારી કરવા માટે જાય છે અને ઘણી વખત માછીમારો ભારતીય સીમા રેખા ઓળંગીને પાકીસ્તાન દરીયાઈ સીમામાં પ્રવેશી માછીમારી કરે છે અને અમુક હોડી-બોટો માછીમારી કરવા જતી વખતે રવાના તથા બોટ પરતની તારીખ-સમય વગેરે વિગતના ઓનલાઈન ટોકન લેતા નથી, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે અતિ ગંભીર બાબત છે. જે અન્વયે માંગરોળબારા દરીયા કાંઠે આવી વોચ રાખતા દરીયામાંથી ત્રણ હોડી(પીલાણા) માછીમારી કરી પરત કિનારા તરફ પરત આવતી જાેવામાં આવતા ત્રણેય હોડીને તપાસતા જેમાં પ્રથમ હોડીમાંથી ઉતરેલ ટંડેલનુ નામ પુછતા પોતાનુ નામ અશરફ આદમ પટેલીયા(ઉ.વ.૩૫) ધંધો-માછીમારી રહે.માંગરોળબારા તા.માંગરોળ વાળો હોવાનું જણાવેલ હતું. મજકુરના કબજાની હોડીનું નામ જાેતા ‘યા રહીમી’ તથા રજીસ્ટ્રેશન નં.ૈંદ્ગડ્ઢ-ય્ત્ન-૧૧-સ્ર્ં-૧૪૨૫ લખેલ હોય તેમજ મજકુર ઈસમને દરીયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા ઈસ્યુ કરવામાં આવતું ટોકન લીધેલ હોય તો રજુ કરવા જણાવતા દરીયામાં માછીમારી કરવા જવા અંગેનું કોઈ ટોકન લીધેલ નહી હોવાનું જણાવેલ હતું. બાદ બીજી હોડીમાંથી ઉતરેલ ટંડેલનુ નામ પુછતા પોતાનું નામ કમુ ઓસમાણ સમા(ઉ.વ.૫૦) ધંધો-માછીમારી રહે.માંગરોળબારા તા.માંગરોળ વાળો હોવાનું જણાવેલ હતું. મજકુરના કબજાની હોડીનું નામ જાેતા યા ગૌશ અલમદદ તથા રજીસ્ટ્રેશન નં.ૈંદ્ગડ્ઢ-ય્ત્ન-૧૧-સ્ર્ં-૨૦૭૬ લખેલ હોય જે હોડીની લાયસન્સની વેલીડીટી તપાસતા તા.૭-૧૨-૨૦૨૩ રોજ પુરૂ થયેલ છે, રીન્યુ કરાવેલ નથી. તેમજ મજકુર ઈસમે દરીયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા ઈસ્યુ કરવામાં આવતું ટોકન લીધેલ નહી હોવાનું જણાવેલ હતું. બાદ ત્રીજી હોડીમાંથી ઉતરેલ ટંડેલનું નામ પુછતા પોતાનું નામ દાઉદ હુસેન સાવણીયા(ઉ.વ.૪૫) ધંધો-માછીમારી રહે.માંગરોળબારા તા.માંગરોળ વાળો હોવાનું જણાવેલ હતું. મજકુરના કબ્જાની હોડીનું નામ જાેતા ‘આશીફ’ લખેલ હોય હોડીમાં કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન નંબર લખેલ ન હોય મજકુર પાસે હોડીના રજીસ્ટ્રેશન કાગળો માંગતા રજીસ્ટ્રેશન કાગળો નહી હોવાનું જણાવેલ તેમજ મજકુર ઈસમે દરીયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા ઈસ્યુ કરવામાં આવતુ ટોકન લીધેલ નહી હોવાનું જણાવેલ હતું. આમ, જૂનાગઢ એસ.ઓ.જી. દ્વારા ઉપરોક્ત ત્રણેય હોડીના ટંડેલ વિરૂધ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર કરાવેલ છે. હાલ આગળની તપાસ ચાલુ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ તથા પો.હેડકોન્સ અનિરૂધ્ધભાઇ વાંક, રાજુભાઇ ભેડા, પ્રતાપભાઇ શેખવા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જાેડાયેલ હતો.

error: Content is protected !!