જૂનાગઢમાં નવી ગટર બનાવવાની કામગીરી સામે વેપારીઓનો જાેરદાર વિરોધ સામે મનપાએ કામ અટકાવી દેવાની પડી ફરજ

0

માંગનાથ રોડ ઉપર નવાબી કાળની ૮ થી ૧૦ ફૂટની ગટર હોવા છતાં મનપાને નવી ગટર બનાવવી હતી પરંતુ આખરે મનપાએ ઝુંકવું પડયું

જૂનાગઢ શહેરમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો તો અનેક છે અને આ અણઉકેલ પ્રશ્ને લોકોમાં રોષનો દાવાનળ જાેવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગટર બનાવવાની આડેધડ કામગીરીના કારણે પણ જનતા હવે રસ્તા ઉપર ઉતરી આવી છે. ગઈકાલે બનેલા બનાવમાં માંગનાથ રોડમાં નવી ગટર બનાવવાના પ્રશ્ને વેપારીઓ રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને રામધુન કરી હતી. આખરે મનપાએ આ કામગીરી અટકાવવાની ફરજ પડી હતી. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢના માંગનાથ રોડ ઉપર નવી ગટર બનાવવાની કામગીરી શરૂ થતા જ વેપારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ ધરણાં કરી, રામધૂન બોલાવી વિરોધ કરતા મનપાએ આખરે ભૂગર્ભ ગટરનું કામ અટકાવવાની ફરજ પડી હતી. આ અંગે માંગનાથ રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ તન્નાએ જણાવ્યું હતું કે, અહિં જૂની નવાબી કાળની ૮ થી ૧૦ ફૂટ ઉંડી ગટર છે. તેમ છતાં મહાનગરપાલિકા નવી ગટર બનવાવા ઇચ્છે છે જેમાં ૮ ઇંચના પાઇપ નાંખે છે. પરિણામે ગટર જામ થવાની સંભાવના છે. અહીં આરસીસી રોડ છે. પ્રજાને ગટરની કોઇ ફરિયાદ નથી છતાં ગટર બનાવવા રોડ ખોદશે તો ત્રણથી ચાર મહિના સ્થાનિક રહેવાસીઓ, ગ્રાહકો અને વેપારીઓ હેરાન પરેશાન થઇ જશે. અહિં આખો વિસ્તાર જ ઢાળ વાળો છે જેમાં ગટરની જરૂર જ નથી. પરિણામે ધરણાં અને રામધૂન બોલાવી વિરોધ કરી ગટરનું કામ અટકાવ્યું છે. આતો માત્ર આવેલી ગ્રાન્ટ ધરાર વાપરી નાંખવા જેવું છે. જ્યારે જાગૃત નાગરિક તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું કે,ખોટી રીતે ગટર બનાવવાનું શરૂ કરાઇ રહ્યું હોવાનું જાણવા મળતા તુરત પહોંચી ગયા હતા અને તંત્રને સદબુદ્ધિ દે ભગવાન નામે રામધૂન બોલાવી હતી. આતો ચૂંટણી આવે એટલે પ્રજાના કામો યાદ આવે છે.જૂની ગટરને સાફ કરવાના બદલે નવી ગટર શા માટે બનાવવા ઇચ્છે છે ? ૮ થી ૧૦ ફૂટના બદલે ૮ ઇંચના પાઇપ નાંખશે તો ગટર જામ થવાની સંભાવના વધી જશે.માટે રજૂઆત કરતા હવે નવું ખોદાણ તો નહિ કરે પરંતુ જ્યાં ખોદકામ થયું છે ત્યાં ૮ ઇંચના બદલે દોઢ ફૂટ એટલે કે ૧૮ ઇંચના પાઇપ નાંખાશે.પછી તેના પર ૫ ઇંચ જાડાઇનું આરસીસી પેચવર્ક તાત્કાલીક કરી અપાશે તેવી મનપાએ ખાત્રી આપી છે. આમ, લોકો- વેપારીઓ જાગૃત થતા પ્રજાન લાખ્ખો રૂપિયાનો વેડફાટ અટક્યો છે સાથે થનાર હાલાકી પણ અટકી છે.

error: Content is protected !!