જૂનાગઢના નિવૃત ડીવાયએસપીના પુત્ર સહિત ત્રણ ફરાર આરોપી સામે વોરંટ ઈસ્યુ કરાયા

0

જૂનાગઢમાંથી ત્રણ માસ પહેલા ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું હતું. જે મામલે મુખ્ય સુત્રધાર એવા નિવૃત ડીવાયએસપીના પુત્ર સહિતના ત્રણ આરોપીને પકડવા માટે અંતે પોલીસે કોર્ટ સમક્ષ અરજ કરતા કોર્ટે ત્રણેય ફરાર આરોપી સામે સીઆરપીસી કલમ ૭૦ અન્વયે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.જે. પટેલ સહિતના સ્ટાફે ગત તા.૧ર ઓકટોબરના રોજ શહેરના લક્ષ્મીનગર ખાતે આવેલ ઈસાન પ્લેટીનમ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફલેટમાંથી ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પકડી પાડીને નાગલેંડ, મણીપુર, સુરેન્દ્રનગરના પાંચ યુવક અને પાંચ યુવતીને ઝડપી લીધા હતા. આ ટોળકી દ્વારા અમેરિકામાં વસતા નાગરિકોને ફોન કરીને ઓનલાઈન ઠગાઈ કરીને લાખો રૂપીયા પડાવતા હોવાનું સામે આવ્યું હતું. જે કેસમાં મુખ્ય સુત્રધાર એવા જૂનાગઢના નિવૃત ડીવાયએસપીના પુત્ર ઈન્દ્રજીતસિંહ મહાવીરસિંહ રાણા(રહે.પાલડી, ચંદ્રનગર, સત્ય ફલેટ), દિગ્વિજયસિંહ પ્રવિણસિંહ રાણા(રહે.તાવી, લખતર, સુરેન્દ્રનગર) અને જલય સંદીપ પટેલ(રહે.અમદાવાદ, બિનય પાર્ક સોસાયટી, ઘોડાસર)ના નામ સાથે આવતા તે ઈસમોને પકડવા અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેઓ ત્રણેય ફરાર થતા આજદિન સુધી હાથમાં આવ્યા ના હતા. જે કેસમાં હાલ ૧૦ આરોપીઓ જેલમાં બંધ છે તેમની સામે પોલીસે ચાર્જસીટ રજુ કરીને કોર્ટમાં ફરાર આરોપીને પકડવા માટે કોર્ટ તરફથી સીઆરપીસી કલમ ૭૦ અન્વયે ધરપકડ વોરંટ ઈસ્યુ મેળવીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ધરપકડ માટે સમગ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજયોની પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

error: Content is protected !!