બિલખામાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાના ઉપક્રમે રાજયપાલના અધ્યક્ષ સ્થાને લોકોને સરકારી લાભો અપાયા

0

બિલખામાં આજરોજ વિકસીત ભારત સંકલ્પ યાત્રાના ઉપક્રમે મહામુહીમ રાજયપાલના અધ્યક્ષ સ્થાને લોકહિતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રાજયપાલ અને આવેલ રથનું ભારતીય પરંપરા પ્રમાણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે કલેકટર જૂનાગઢ અને રાજયપાલએ લોકોને વિસ્તૃત માહિતી આપી અને તંત્રને સરકારની યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા અપીલ કરીને બાદમાં ઉપસ્થિત લોકોને ભારતને વિકસીત બનાવવા શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ તેમને થયેલા લાભો વિશે લોકોને માહિતી આપી હતી અને સરકારની સારી યોજનાઓના લાભ લેવા ઉપસ્થિત જનમેદનીને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં જીલ્લાના વહિવટ તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયતના સદસ્ય અનકભાઈ ભોજક અને સરપંચ અનીલભાઈ સાબલપરા તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!