જૂનાગઢમાં તખ્તેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી ચોરી

0

જૂનાગઢ શહેરમાં ટીંબાવાડી તક્ષશીલા સોસાયટી, તખ્તેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભરતભાઈ વલ્લભદાસ નિમાવત(ઉ.વ.પ૦) રહે.ટીંબાવાડી, તક્ષશીલા સોસાયટી વાળાએ અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ તક્ષશીલા સોસાયટીમાં આવેલ તખ્તેશ્વર મહાદેવ મંદિરની ગ્રીલમાં મારેલ તાડાનો નકુચો તોડી ગેરકાયદેસર મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં નંદીની મૂર્તિ પાસે રાખેલ મંદિરની દાનપેટી જેમાં આશરે રપ,૦૦૦થી ૪૦,૦૦૦ રોકડ રૂપીયાની દાનપેટી સહિત ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!