જૂનાગઢ તાલુકાના બગડુ ગામે બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : મહિલા આરોપીની ધરપકડ

0

સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂા.પ,૭ર,૧પ૦નો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ તાલુકાના બગડુ ગામે આંબાવાડી વિસ્તારમાં પ્લોટમાં રહેતા મુકેશભાઈ જીવરાજભાઈ પાઘડારના રહેણાંક મકાને કોઇ અજાણ્યા ચો૨ ઇસમએ તા.૨૫-૧૨-૨૦૨૩ના કલાક ૦૮/૧૫ કલાક ૧૨/૩૦ ના વાગ્યા દિવસ દ૨મ્યાન કોઇ પણ સમયએ ફરીયાદીના બંધ મકાનમા પ્રવેશ કરી ઘરમાંના કબાટના નકુચાનો લોક તોડી કબાટમાથી સોના-ચાંદીના દાગીના કુલ કિ.રૂા.૫,૦૪,૦૦૦/- તથા રોકડા રૂપીયા- ૧,૨૫,૦૦૦/-મળી કુલ કિ.રૂા.૬,૨૯,૦૦૦/-ના માલ મત્તાની ચોરી કર્યા અંગે બનાવ બનેલ. જે ચોરી બાબતે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યાન આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ દ્વારા તપાસની કામગીરી હાથ ધરી અને આખરે બગડુ ગામેથછ બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચોરીના ગુનામાં સંડોવાયેલ મહિલાને ઝડપી લેવામાં આવેલ છે અને તેમની પાસેથી રૂા.પ,૭ર,૧પ૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ તાલુકાના બગડુ ગામે મુકેશભાઈ જીવરાજભાઈ પાઘડારના મકાને ચોરીનો બનાવ બનવા પામેલ હતો અને આ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા પોલીસ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. દરમ્યાન જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મર્દાનરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત બનાવમાં સંડોવાયેલ આોપીને તાત્કાલીક પકડી પાડવા સખત સુચના ક૨વામાં આવેલ. ઉપરોકત ગુન્હાના કામે અજાણ્યા ચો૨ ઇસમ દ્વા૨ા બગડુ ગામે આવેલ ફરીયાદીના બંધ રહેલ મકાનમાં દિવસ દરમ્યાન પ્રવેશ ક૨ી મકાનમાં ૨હેલ કબાટમાં રાખેલી સોના-ચાંદીના દાગીન તથા રોકડ ૨કમની ચોરીનો બનાવ હોય. જે ગુન્હો અનડીટેકટ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ, પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા ડી.કે.ઝાલા તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો તાત્કાલીક એકશનમાં આવી બનાવ સ્થળની વીજીટ લઇ ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ઉપરોકત બનાવમાં સંડોવાયેલ અજાણ્યા ઇસમને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તેમજ જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. એસ.એસ.ગઢવી તથા પો.સ્ટાફના માણસો દ્વારા અલગ-અલગ તપાસ હાથ ધરવામાં આવેલ. જે દ૨મ્યાન પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, પો.કોન્સ. ભરતભાઇ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. જદિપભાઈ કોરીયા, પો.કોન્સ. સાહિલ સમાને સંયુકતમાં ખાનગી બાતમીદારો મારફતે હકિકત મળેલ કે, જૂનાગઢ, ખામધ્રોળ રોડ વિસ્તાર ઉપર એક સ્ત્રી કે જેણે લીલા કલરની સાડી પહેરેલ છે અને તેની સાથે એક બાળક છે જે સ્ત્રી શંકાસ્પદ રીતે સોસાયટી વિસ્તારમાં આંટા-ફેરા કરે છે અને સોસાયટી વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરી આ મકાનોમાં ચોરી કરવાની તૈયા૨ી કરતી હોવાની ચોક્ક્‌સ હકિકત મળતા પો.ઇન્સ.એ તાત્કાલીક હકિકતવાળી જગ્યાએ હકિકત અંગે ખરાઇ કરવા સૂચના કરતા તાત્કાલીક પેરોલ ફર્લો સ્કવોડના મહિલા પો.કોન્સ. સેજલબેન ગરચરનાઓને બોલાવી તાત્કાલીક હકિકત વાળી જગ્યા જૂનાગઢ, ખામધ્રોડ ૨ોડ ઉપ૨ ઉ૫રોકત હકિકત અંગે ખરાઇ કરતા આર.ટી.ઓ. કચેરી નજીક ઉ૫રોકત વર્ણનવાળી એક સ્ત્રી બાળક સાથે હાજ૨ હોય જે પોલીસ સ્ટાફને જાેઇ આડા અવળી થવા જતા તુરત જ તેને તેના બાળક સાથે જેમની તેમ પકડી આ સ્ત્રીની આ સ્થળે હાજરી અંગે પુછપ૨૭ કરતા પોતાની હાજરી અંગે કોઇ સંતોષકારક જવાબ આપતી ન હોય અને ગલ્લા તલ્લા કરતી હોય જે સ્ત્રી પાસે એક ગુલાબી કલરની કપડાની થેલી હોય જે કપડાની થેલી સાથેના મહિલા પો.કોન્સ. મારફતે ચેક કરાવતા તેમાં પીળી તથા સફેદ ધાતુના દાગીના અને રોકડા રૂપીયા મળી આવેલ હોય જે દાગીના તથા રોકડા રૂપીયા અંગે આ મહીલાને પુછતા ઉડાવ જવાબ આપતી હોય અને દાગીનાના કોઇ બિલ કે ૨ોકડા રૂપીયાના કોઇ આધા૨ પુરાવા ૨જુ કરતી ન હોય જેથી પકડાયેલી આ મહિલા ટીનાબેન ઉર્ફે ઇક્કાબેન તરસંગભાઇ વાલ્મીકી(ઉ.વ.૩૫) ધંધો. ભિક્ષાવૃતિ રહે. (હાલ) થરા, સરકારી દવાખાનાની સામે, વાલ્મીકીવાસ તા.શિહોરી જી.બનાસકાંઠા(મુળ) શિરવાડા તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળીને વધુ પુછપરછ અર્થે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લાવી મહિલા પોલીસની હાજરીમાં યુકિત પ્રયુકિતથી પુછ૫રછ કરતા ઉપરોકત ચોરી કર્યા અંગેની કબુલાત આપતા તેની પાસે રહેલ થેલીમાંથી મળી આવેલ રોકડા રૂા.૧,૦૦,૦૦૦/- તેમજ અંગઝડતીમાંથી મળી આવેલ ઓપો કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂા.૧૦,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગીના સી.આર.પી.સી. કલમ ૧૦ર મુજબ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી આ સ્ત્રીની સી.આર.પી.સી.ક. ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે જૂનગઢ તાલુકા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે. આ કામગી૨ીમાં ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. એસ.એ.ગઢવી તથા પો.કોન્સ. ગોવિંદભાઇ ૫રમાર તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, પો.કોન્સ. ભરતભાઇ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. જદિપભાઈ કો૨ીયા, પો.કોન્સ. સાહિલ સમા તથા પો.કોન્સ. વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

error: Content is protected !!