જૂનાગઢમાં વરલી મટકાના જુગાર અંગે બે સામે કાર્યવાહી

0

જૂનાગઢમાં જયશ્રી રોડ ઉપરથી ગઈકાલે બી ડીવીઝન પોલીસે વરલી મટકાના જુગાર અંગે રેડ કરતા કમલેશ દિપકભાઈ જેઠા નંદાણી(ઉ.વ.૩પ)ને વરલી મટકાના આંકડાઓ લખી અને જુગાર રમાડતા હોય તેમની પાસેથી ચલણી નોટો રોકડ રૂા.૧૦,૭ર૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. જયારે નરેશ જ્ઞાનચંદ કોટક હાજર નહી મળી આવેલ જેથી આ બંને વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧ર અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

વંથલી-સાતલપુર ધાર નજીક ફોરવ્હીલે હડફેટે લેતા અજાણ્યા પુરૂષનું મૃત્યું
વંથલી તાલુકાના સાતલપુર ધાર નજીક એક અજાણ્યો માણસ(ઉ.વ.૬૦) પગપાળા ચાલીને આવતા હોય એ દરમ્યાન અજાણ્યા ફોરવ્હીલના ચાલકે પોતાની ગાડી ઉપર કાબુ ગુમાવી દેતા અને ગફલતભરી રીતે ચલાવી આ અજાણ્યા પુરૂષને હડફેટે લેતા તેનું ગંભીર ઈજા થવાને કારણે તેનું મૃત્યું થયું છે. આ બનાવ તા.ર-૧-ર૦ર૪ના બનવા પામેલ અને ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!