ભેસાણ તાલુકાના તડકાપીપળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

0

વોચ ગોઠવીને ભેસાણ પોલીસે તડકા પીપળીયા ગામે વાડીને ઓરડીમાં જુગાર રમતા ૭ ઈસમોને ઝડપી લઇને રૂપિયા ૬૮,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામે રહેતા લાલજીભાઈ પરસોત્તમભાઈ સોજીત્રા તેની વાડીને ઓરડીમાં જુગાર રમાડતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડીને લાલજીભાઈ ઉર્ફે લાલો પરસોતમભાઈ તેમજ દેવકીગાલોલ ગામના ગોવિંદભાઈ વજુભાઈ સતાસિયા, ચંદુભાઈ પુનાભાઈ કયાડા, તડકા પીપળીયા ગામના રાજેશ લાધાભાઈ સાવલિયા, અશ્વિન વિઠ્ઠલભાઈ ભેસાણીયા, રઘુભાઈ અરજણભાઈ રામાણી અને જયેશ ઉકાભાઇ સાવલિયાને રૂપિયા ૩૮,૪૦૦ની રોકડ સાથે જુગાર ખેલતા પકડી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત બે બાઈક મળી કુલ રૂપિયા ૬૮,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!