સોમનાથ રામ મંદિરે વડાપ્રધાન, સેલીબ્રીટી, ભાવિકો સહિત ૬૩ દિવસ દરમ્યાન ‘રામ’ મંત્ર લેખન સમાપન

0

૩ કરોડ, ૧૬ લાખ, ૮૭ હજાર ૬૮૪ મંત્રો લખાયા

સોમનાથના પવિત્ર ત્રીવેણી સંગમ અને સોમનાથ મંદિર મધ્યે આવેલ સોમનાથ ટ્રસ્ટ નૂતન રામ મંદિરે તા.૯-૧૧-ર૩થી તા.૧૦-૧-ર૪ સુધી કુલ ૬૩ દિવસ રામ નામ મંત્ર લેખન યક્ષ યોજાયો હતો. જેનું પ્રારંભ ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ મંત્ર લેખન બુકમાં સૌપ્રથમ રામ નામ લેખન પ્રારંભ દિલ્હી ખાતે કર્યો હતો. ત્યારબાદ રામ મંદિર ખાતે મંદિર દર્શન સમય દરમ્યાન દરેક ભાવિકો-યાત્રિકો-પ્રવાસીઓ પણ આ બુકમાં રામ મંત્ર લેખન કરી શકે તે માટે ટ્રસ્ટ તરફથી લેખન સુગમતાવાળા ઢાળીય ટેબલ, લાલ અક્ષરની બોલપેન તેમજ ભોજન, વાહન સહિતની સુવિધાઓ અપાઈ હતી. લેખન સમાપન અંતિમ દિવસે ૧૧ લાખ રામ નામ મંત્ર માત્ર એક જ દિવસમાં લખાયા હતા. લખાયેલા આ મંત્રો ધામધુમ-વિધીવિધાન કરી અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મોકલાઈ રહ્યા છે. મંત્ર લેખનમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સુપ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવત, સાહિત્યકાર સાંઈરામ દવે, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત અનેકો સેલીબ્રીટીઓએ રામ મંદિર ખાતે પ્રત્યક્ષ રામ લેખન કર્યું હતું. રર જાન્યુઆરી અનુસંધાને સોમનાથના રામ મંદિરને કલરકામ રીનોવેશન સહિતના શણગાર માટે કારીગરો તડામાર તૈયારી માટે વ્યસ્ત છે.

error: Content is protected !!