મેંદરડા : ચાઈનીઝ દોરીની ફીરકી સહિતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

0

આગામી મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહેલ છે ત્યારે ચાઈનીઝ દોરી, પ્લાસ્ટીકની દોરી તેમજ ચાઈનીઝ તુક્કલનું વેંચાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે મેંદરડા પોલીસે કાર્યવાહી કરી હતી. મેંદરડાના પીએસઆઈ વાય.પી. હડીયા અને સ્ટાફે ગઈકાલે મેંદરડા-વિસાવદર રોડ ઉપર ગ્રામપંચાયતની દિવાલ પાસે ટેબલ કાઉન્ટર રાખી વેંચાણ કરનાર સફીકભાઈ સકુરભાઈ સોલંકી(ઉ.વ.૩૦) રહે.મેંદરડા તથા મુસ્તાકભાઈ યુનુસભાઈ કોરડીયા(ઉ.વ.ર૮) રહે.મેંદરડા વાળાને ઝડપી લેવામાં આવેલ છે. જેમાં આરોપી નં-૧ પાસેથી ચાઈનીઝ દોરીની નાની-મોટી ફરકી નંગ-૮ રૂા.૧ હજાર તથા ચાઈનીઝ તુક્કલ એટલે કે બલુન નંગ-ર૦ રૂા.૪૦૦ મળી કુલ રૂા.૧૪૦૦નો મુદ્દામાલ તથા આરોપી નં-ર પાસેથી ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-૩ અને ચાઈનીઝ તુક્કલ ૩૦ મળી કુલ રૂા.ર૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!