અયોધ્યા રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભવ્ય શોભાયાત્રા નીકળી

0

અયોધ્યામાં આશરે ૫૦૦ વર્ષ બાદ રામલલ્લા પુનઃજન્મ સ્થાને બિરાજમાન થયા હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગતમંદિર તેમજ શહેરના અન્ય મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા. અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દ્વારકાધીશ જગતમંદિરમાં પણ વારાદાર પુજારી દ્વારા દ્વારકાધીશને અભિષેક સ્નાન કરાવતી વખતે રામનામ સાથે વિશેષ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિર વ્યવસ્થાપક સમિતિ, રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઇ, દ્વારકા ગુગળી જ્ઞાતિ ૫૦૫ મંદિર સુરક્ષા તેમજ સંકલ્પ એન.જી.ઓ વગેરેના સહયોગથી જગતમંદિર પરિસરમાં લાઈટ ડેકોરેશન, ફુલ શણગાર, રંગોળી, દીપ પ્રાગટય, પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જગત મંદિર પરિસરમાં અયોધ્યા ઉત્સવનું લાઈવ ટેલિકાસ્ટ એલ.ઈ.ડી. સ્ક્રીનના માધ્યમથી કરવામાં આવ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં આવેલ ધાર્મિક સ્થળોમાં પણ વિવિધ ધાર્મિક આયોજનો હાથ ધરાયા હતા. જે પૈકી ત્રણબતી ચોકમાં આવેલા પૌરાણિક રામસ્તંભમાં બિરાજમાન રામદરબારની પ્રતિમાઓનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. તેમજ હરિનામ સંકીર્તન મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ ઉપરાંત દ્વારકાના સુર્યમુખી હનુમાનજી મંદિર, ભથાણ ચોકમાં શ્રીરામ મંદિર, સિધ્ધાનાથ મહાદેવ પરિસરમાંના મારૂતિનંદન મંદિર, અયોધ્યા ભવન, રામવાડીના પૌરાણિક રામમંદિરમાં પણ વિવિધ ધાર્મિક હાથ ધરાયા હતા. અયોધ્યાના અવસરને ઉત્સાહપૂર્વક ઉજવવા માટે દ્વારકાવાસીઓ ઉત્સુક હતા ત્યારે અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન અવસરને આતશબાજી સાથે ઉજવવામાં આવેલ સવારના ભાગમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સમાપન બાદ સાંજના સમયે શહેરની વિવિધ સેવાભાવી ધાર્મિક તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા હરિનામ સંકીર્તન મંદિર(રામધૂન)થી શરૂ કરી જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી વળેલ હતી. શોભાયાત્રામાં શ્રીરામ, લક્ષ્મણ, જાનકી તથા હનુમાનજીના વિવિધ ફલોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જયશ્રીરામ નાદ સાથે બહોળી સંખ્યામાં રામભકતો શોભાયાત્રામાં જાેડાયા હતા. ડીજે તથા બેન્ડબાજાની સુરાવલીઓ સાથે રામનામના જાપ સાથે ધર્મનગરી ગુંજી ઉઠી હતી. રામલલ્લાની શોભાયાત્રામાં દ્વારકાના મુસ્લીમ બિરાદરોએ પણ આસ્થાભેર જાેડાઈ હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

error: Content is protected !!