ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે જૂનાગઢમાં જય શ્રી રામનો જય જયકાર

0

શહેરને અદ્દભુત રોશનીથી, જયશ્રી રામ લખેલી ઝંડીઓથી ઝળહળતું કરાયું, ભવ્ય શણગાર, શોભાયાત્રા, મહાઆરતી, રામધૂન, બટુક ભોજન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભગવાન શ્રી રામનો સર્વત્ર જય જયકાર ગુંજી ઉઠી રહ્યો છે અને ભકિતની હેલી ઉઠી છે. ભાવિકોના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામચંદ્રજી આજે અયોધ્યામાં નવનિર્મિત નીજ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે. આ પાવનકારી અવસરે સમગ્ર દેશમાં ભકિતભર્યો માહોલ સર્જાયો છે. ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી જ પૂજન-અર્ચન, આરતી તેમજ મહાઆરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં જય શ્રી રામનો જય જયકાર ગુંજી ઉઠયો છે અને લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આજે ઘર આંગણે આકર્ષક રંગોળી, આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા હતા તેમજ જૂનાગઢ શહેરને ધજાપતાકા અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામચંદ્રજીના રાજય અભિષેકને લઈને ભકિતભાવ ભર્યો માહોલ સર્જાયો છે. આશરે ૪૯૬ વર્ષ બાદ અયોધ્યામાં રામમંદિરનો પુનરોદ્ધાર- જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને આજ તા.૨૨ જાન્યુઆરીએ નવ નિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે આ દિવ્ય અને ભવ્ય પ્રસંગને લઇને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભકિતભાવ ભર્યો માહોલ સર્જાયો છે. આજે જૂનાગઢ શહેર રામમય બની ગયું છે અને જૂનાગઢમાં ફરી દિવાળી આવી ગઇ હોય તેવો માહોલ છે. શહેરના અનેક મંદિરો, આશ્રમો, જ્ઞાતિની વાડીઓમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરને અદ્દભુત રોશનીથી ઝળહળતું કરાયું છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં જય શ્રીરામ લખેલી ઝંડીઓ ફરફરતી જાેવા મળી રહી છે. સમગ્ર શહેરમાં ચારો તરફ ભવ્ય શણગાર, શોભાયાત્રા, મહાઆરતી, રામધૂન, બટુક ભોજન, મહાપ્રસાદના કાર્યક્રમો આજે યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો આજે યોજાઈ રહ્યા છે. જેમાં ગાંધીગ્રામ રેલવે ફાટક સ્થિત શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા રામલલ્લાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાના અવસરે જ્ઞાતિની વાડીમાં સાંજના પાંચ વાગ્યે મહાઆરતીનો કાર્યક્રમ કરાશે. સાથે સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવેલા છેે.શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજના તમામ જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત ભવનાથ મંદિરે રૂદ્રાભિષેકનું આયોજન કરાયું છે. મંદિરને ભવ્ય અને દિવ્ય શણગાર, મોટી દિપમાળા, રૂદ્રાભિષેક અને મહાઆરતીના કાર્યક્રમો યોજાશે. જયારે રામજી મંદિર ઉપરકોટમાં૧૪ થી ૨૨ જાન્યુઆરી સુધી રામકથા, મહા આરતી અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઝાંઝરડા રામ મંદિરથી સિદ્ધનાથ મંદિર સુધી પાલખી યાત્રા, લાઇવ પ્રસારણ, પંચકુંડી હવનનું આયોજન છે. જયારે ભૂતનાથ મહાદેવ મંદિરે સંગીતમય રૂદ્રાભિષેક તેમજ ૧૧ બ્રાહ્મણો દ્વારા સંગીતમય રૂદ્રાભિષેક, મહાઆરતી, ફુલોનો શણગાર, લાઇટીંગ અને સંતોને ભોજન પ્રસાદ યોજાઇ રહ્યા છે. જયારે ટીંબાવાડીમાં બટુક ભોજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે મંદિર સફાઇ, સાંજે સત્સંગ, બટુક ભોજન, રામધૂન અને દિપમાળાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જયારે મધુરમના રામદેવ પીર મંદિરે મહા આરતી કરાશે. રામજી મંદિર ટીંબાવાડી ખાતે રામધૂન, મહા આરતી અને દિપમાળાના કાર્યક્રમો યોજાઈ રહ્યો છે. મધુરમ સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ગ્રીન વુડ ટાઉન શીપ ખાતે રામધૂન, મહા આરતી અને દિપમાળાના કાર્યક્રમો યોજાઈ રહ્યો છે. અક્ષર રેસીડેન્સી ખાતે શોભાયાત્રા, રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ, રામાયણના પાત્રોની વેશભૂષા, રામ રાસ, મહા પ્રસાદ અને મહા આરતી કરાશે. ગુણાતીત નગર સ્થિત ભોમેશ્વર મંદિર ખાતે મહા આરતી અને ભોજન પ્રસાદ વિતરણ કરાશે. તત્કાલ હનુમાન મંદિરે મહા આરતી કરાશે. ભવનાથ સ્થિત ભારતી આશ્રમમાં મહા આરતી, મહાપ્રસાદ, ભવ્ય શણગાર કરાશે. મુચકુંદ ગુફા ખાતે મહાપ્રસાદ, મહા આરતી, રંગોળી અને લાઇટીંગથી ભવ્ય સુશોભન કરાયું છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિરે લાઇવ પ્રસારણ છે. જેમાં જવાહર રોડ સ્થિત મુખ્ય મંદિરને લાઇટીંગ અને ઝંડીથી સુશોભિત કરાયું છે. મંદિર ખાતે અભિષેક કરાશે, અયોધ્યાથી લાઇવ પ્રસારણ, મહાપ્રસાદ વિતરણ કરાશે. તેમજ વંથલી રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અયોધ્યાના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ, મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જાેષીપરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સૂર્ય મંદિર ખાતે અભિષેક, મહા આરતી, શોભાયાત્રા, મહાપ્રસાદનું વિતરણ કરાશે. ભવનાથ અને ગિરનારની વિવિધ જગ્યામાં પણ ઉજવણી થશે. જેમાં ૩૦ પગથિયે આવેલ ત્રિગુણેશ્વર મહાદેવની જગ્યામાં મહા આરતી, દિપમાળા તેમજ માળી પરબની જગ્યામાં દિપમાળા, સુંદરકાંડના પાઠ અને સાંજે મહા આરતી કરાશે. સીતારામ મઢીની જગ્યામાં લાઇટીંગ, ધજા લગાવી સુશોભન કરાયું છે. આજે મહા આરતી કરાશે. રામવાડીની જગ્યામાં દિપમાળા, સાંજે મહા આરતી, બપોરના ભોજન પ્રસાદ, સુંદરકાંડના પાઠ કરાશે. ખાખચોકની જગ્યામાં દિપમાળા, મહાઆરતી, ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરવામાં આવશે. જ્યારે ખાખચોકની બાજુમાં આવેલ બ્રહ્મેશ્વર મંદિરે મહાદેવને પુષ્પ સુશોભન, મહા આરતી કરાશે. રાધા ડેરીની જગ્યામાં સાંજે મહા આરતી, દિપમાળા કરાશે. વિશ્વેશ્વર મહાદેવ મંદિરે ૨ કિલો ઘીનો દિવો કરાશે, ધ્વજા ચડાવાશે, ભારત માતા પૂજન કરાશે.લક્ષ્મણ ટેકરીમાં સાંજે મહા આરતી અને દિપમાળા કરાશે. આલંદે આશ્રમ, પાદરિયામાં મહાઆરતી અને દિપમાળા કરાશે. ઋષિરાજ આશ્રમ ખાતે મહા આરતી અને દિપમાળા કરાશે. ધેર્યશ્વર મહાદેવ મંદિર ખાતે મહા આરતી અને દિપમાળા કરાશે. બિલનાથ મહાદેવ મંદિરે સુશોભન ઃ વંથલી રોડ સ્થિત બિલનાથ મહાદેવ મંદિરે ભવ્ય સુશોભન, લાઇટીંગ કરાઇ છે. સાથે મહા આરતી અને દિપમાળા કરાશેે. રોકીડીયા હનુમાન મંદિરે સંતોને ભોજન ઃ રોકડિયા હનુમાન મંદિર, ભારત માતા મંદિરે ત્રણ ટાઇમ મહા આરતી સાથે સંતોનો ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાશે. ધોરાજી રોડ સ્થિત વિશ્વેશ્વર મહાદેવમંદિર, રામાપીરની જગ્યામાં ત્રણ ટાઇમ આરતી બપોરે મહાપ્રસાદનું વિતરણ કરાશે. મિરા નગરમાં હનુમાન ચાલીસાના પાઠ ઃ મિરા નગરમાં હનુમાન ચાલીસાના પાઠ, મહા આરતી અને દિપમાળા કરાશે. હરિઓમ ગૃપ દ્વારા વિષ્ણુયાગ, પાલખી યાત્રા અને જળાભિષેક કરાશે. કાલ મુક્તેશ્વર મહાદેવ મંદિર, પંચશીલ સોસાયટીમાં હનુમાન ચાલીસા પાઠ, મહા આરતી અને દિપમાળા કરાશે. આજે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારો, સોસાયટી વિસ્તાર અને ધાર્મિક સ્થળોએ આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા-અર્ચના, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવી રહ્યા છે અને સમગ્ર શહેર ભગવાન શ્રી રામની ભકિતમાં લીન બની ગયું છે. જયશ્રી રામનો સર્વત્ર જય જયકાર ગુંજી ઉઠયો છે.

error: Content is protected !!