જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ ખાતે લોકોએ માણ્યો ભવ્ય રામલીલાનો પ્રસંગ

0

જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની મંડળી દ્વારા ભવ્ય રામલીલા અને તે પણ ફ્રિમાં અને રવિવારની રજાનો માહોલ. આમ એકીસાથે ત્રણ સરળ સંયોગ એકઠા થતા બહાઉદ્દીન કોલેજના મેદાનમાં યોજાયેલી રામલીલા જાેવા જૂનાગઢના રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા બહાઉદ્દીન કોલેજનું મેદાન પણ ટૂકું પડ્યું છે. પગ મૂકવાની પણ જગ્યા ન રહે તેટલી ભીડ જાેવા મળી હતી. અંકિત દુવાએ રામનું પાત્ર, દેવ તિવારીએ લક્ષ્મણનું પાત્ર વૃષ્ટિએ સીતાનું પાત્ર, સૌથી મોટી ઉંમરના કલાકાર પવનકુમાર ચક્રવર્તિએ દશરથનું, સૌથી નાના ૧૦વર્ષના હર્ષિદે સુગ્રીવ અને નવિન ભારદ્વાજે રાવણનું આબેહૂબ પાત્ર ભજવી ઉપસ્થિત સૌને ત્રેતાયુગની યાદ તાજી કરાવી હતી.

error: Content is protected !!