આવતીકાલે જૂનાગઢ મનપાના યોજાનાર જનરલ બોર્ડમાં વોંકળાના દબાણોનો મુદ્દો ગાંજશે

0

ઓનલાઈન ફરિયાદ નિવારણની ૩૧૧ એપ્લીકેશનમાં જવાબો મળતા નથી સહિતના વિવિધ પ્રશ્ને વિપક્ષ દ્વારા કરાશે આક્રમક રજુઆત

જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આવતીકાલે મળી રહી છે. જનરલ બોર્ડની આ બેઠકમાં વિરોધ પક્ષના નગરસેવકો દ્વારા કાળવાના વોંકળા અને ઓનલાઈન ફરિયાદ માટેની મનપાની ૩૧૧ એપ્લીકેશન મુદ્દે આક્રમક રજુઆત સાથે પ્રજાકિય પ્રશ્ને તડાપીટ બોલાવવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. ખાસ કરીને વોંકળા ઉપરના દબાણો દુર કરવાના કામમાં જે રીતે મનપા તંત્રએ કામગીરી કરી છે તેને લઈને પણ ભારે હંગામો કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આવતીકાલે મળનાર મનપાનું જનરલ બોર્ડ ગરમા ગરમ બની જશે અને શાસક પક્ષને વિપક્ષ દ્વારા આક્રમક રીતે વિવિધ મુદ્દે ઘેરાવ કરશે તેવા નિર્દેશો મળે છે. જૂનાગઢ મનપાના નગરસેવક લલીત પરસાણાએ સભ્ય મંજુલાબેન પરસાણાના ટેકાથી આ જનરલ બોર્ડમાં એક પ્રશ્ન મુકયો છે. જેમાં મનપાના હદ વિસ્તારમાં આવેલ વોંકળા ઉપર દબાણો દુર કરવાની કામગીરી ચાલું કરવામાં આવેલ હતી અને માત્ર એક-બે દિવસ આ કામગીરી ચાલી રહી અને માત્ર ને માત્ર નાના ઝુંપડાઓના દબાણો હટાવી અને પોતાની ફરજ સંતોષકારક બજાવી છેે તેવું માની અને બે જ દિવસમાં આ કામગીરી પુર્ણ કરી દેવામાં આવી. ખરેખર તો વોંકળા ઉપર પાણીના વ્હેણને અવરોધક મોટા દબાણો દુર કરવા જાેઈએ. આવનારા ચોમાસામાં કોઈ જાન-માલને હાની પહોંચે તે પહેલા આવા દબાણો હટાવવા અને પાણીનો યોગ્ય નિકાલ થાય તેમજ હાલ જે પ્રોટેકશન દીવાલ બનાવવાની વાતો વહેતી થઈ છે. તો આ બાબતે જે કામગીરી થઈ તે તમામ કામગીરીનો અહેવાલ આ જનરરલ બોર્ડ સમક્ષ મુકવા માટે દરખાસ્ત કરી છે. જે મુદ્દે વિરોધ પક્ષ શાસકોને ઘેરશે અને જવાબ માંગશે. સાથે લલીત પરસાણાએ ફરિયાદ નિવારણ અંગે પણ પ્રશ્ન રજુ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, મનપા દ્વારા ફરિયાદ નિવારણ માટે ઓનલાઈન ફરિયાદ કરવા માટે ૩૧૧ એપ્લીકેશન બનાવેલ છે તેમજ આ અંગે વ્હોટસએપ નંબર પણ આપવામાં આવેલ છે અને આ અંગે મનપા દ્વારા ઘણો ખર્ચ પણ કરવામાં આવે છે અને બજેટમાં એવું પણ જાહેર કરવામાં આવ્યું હતું કે, ર૪ કલાકમાં ફરિયાદનું નિવારણ થાય છે પરંતુ વાસ્તવિકતા વાત એ છે કે, ઓનલાઈન ફરિયાદ કરવા છતાં કે રૂબરૂ ફરિયાદ કરવા છતાં તેનો કોઈ પ્રત્યુતર પાઠવવામાં આવતો નથી. હાલ જૂનાગઢ મહાપાલિકામાં ગેસની પાઈપ લાઈનના કામો, પાણીની પાઈપ લાઈનોના કામો તથા ભૂગર્ભ ગટરના કામો ચાલું હોય જેથી રોડ રસ્તા તોડવાની અને રીપેરીંગ ન થવાની અસંખ્ય ફરિયાદો થાય છે અને આ ફરિયાદોને એકબીજી એજન્સીએ આ કામગીરી કરવાની હોય છે. તેવું જણાવી ફરિયાદોનો ઉલાળીયો થાય છે. જેથી આવી ફરિયાદ કરનારને યોગ્ય પ્રત્યુતર મળવો જાેઈએ અને શકય એટલી ત્વરાએ આ ફરિયાદનો નિકાલ થવો જાેઈએ. તે મુદ્દે પણ જવાબ માંગવામાં આવશે.

error: Content is protected !!