જૂનાગયઢના જલારામભકિતધામ-જલારામમંદિરમાં સં.૨૦૭૬ મહા વદ ૬/૭/૮ના રોજ ત્રિદિવસિય ઐતિહાસિક દેદિપ્યમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલું. તે પ્રસંગને ચાર વર્ષ પૂર્ણ થતાં આજે તા.૪-૩-૨૪ સોમવારના રોજ ચતુર્થ પાટોત્સવની ઉજવણીનું ભાતિગળ કાર્યક્રમોની ગૂંથણી સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના મંગલા આરતી, અર્ચન-પૂજન, બપોરના રાજભોગ આરતી, સાંજના ૫ થી ૭ જલારામ સત્સંગ મંડળની અને નિખાલસ વિરાંગના મહિલા મંડળની બહેનો નૃત્ય સાથેના રસિયા રાસની રમઝટ બોલાવશે. સાંજે સાત વાગ્યે મહા સંધ્યા આરતી થશે. ત્યારબાદ દુબઈથી દાનમાં મળેલી ખુરશીઓનું લોકાપર્ણ તેમના સ્થાનિક પ્રતિનિધિ યતિનભાઈ કારીયાના હસ્તે થશે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન છે. પ્રસાદ વ્યવસ્થાની જવાબદારી નિલાબેન લાખાણી અને તેની ટીમ સંભાળશે.