સત્યમ સેવા યુવક મંડળના રાજકોટ નિવાસી દાતા ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી દ્વારા જૂનાગઢ શિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રમાં રૂા.૧,૦૦,૦૦૦ની રાશન કીટનું વિતરણ

0

“રામે દીધો છે રૂડો રોટલોને તમે ખવડાવીને ખાવ રે રામે દિધો છે રૂડો રોટલો રે” જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં અનેક સંસ્થાઓ અને આશ્રમ દ્વારા ભોજન અને ભજનની આહલેક જગાવેલ છે, જ્યાં માનવ મેરામણ ભગવાન ભોળાનાથના આ મેળામાં ઉમટી પડ્‌યો છે, ત્યારે સત્યમ સેવા યુવક મંડળના રાજકોટ નિવાસી દાતા ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી દ્વારા દત્ત આશ્રમ, ઋષિરાજ આશ્રમ, ભારતી આશ્રમ, ગાયત્રી મંદિર, બાલનાથ મંદિર વિગેરે અનક્ષેત્રની રાવટીઓમાં તેલ, ચા, ખાંડ, ઘઉંનો લોટ, વેસણ, મગની દાળ, તુવેરની દાળ, ખીચડી તેમજ નાગાબાવાના અખાડામાં સંતોને ખજૂરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞને સફળ બનાવવા અર્થે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ, ચંપકભાઈ જેઠવા, મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ ટાંક તેમજ પ્રવીણભાઈ જોશી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!