ભેસાણ તાલુકાના ગળથ ગામે લગ્ન પ્રસંગે આવેલ મહેમાનો ઘોડી ખેલવતા હોય ઘોડી ખેલવવાની ના પાડી માર મારી ધમકી આપી

0

ભેસાણ તાલુકાના ગળથ ગામે લગ્નમાં આવેલ મહેમાનો ઘોડી ખેલવતા હોય અને ઘોડી ખેલવવાની ના પાડતા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગળથ ગામથી રફાળીયા ગામના રસ્તે બનેલા આ બનાવ અંગે મુકેશભાઈ બચુભાઈ ચોવટીયા(ઉ.વ.૪પ) રહે.ગોરવીયાળી વાળાએ મેહુલ છગનભાઈ ગજેરા રહે.ગળથ, સંજયભાઈ છગનભાઈ અપાણી રહે.ભેસાણ, પરેશભાઈ પાનસુરીયા રહે.ખજુરી ગુંદાળા વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદી તેની ઘોડી લઈને ગળથ ગામે ફુલેકામાં ગયેલ હોય અને ફુલેકુ પુરૂ થતા ત્યાં લગ્નમાં આવેલ મહેમાનો ઘોડી ઉપર બેસી ફોટા પાડતા હોય અને ઘોડી ખેલવવા લાગતા ફરીયાદીએ ઘોડી ખેલવવાની ના પાડતા આ કામના આરોપી મેહુલ છગનભાઇ ગજેરા રહે- ભેસાણ, સંજય છગનભાઇ અપાણી રહે- ભેસાણ વાળો અને પરેશ પાનસુરીયા રહે- ખુજુરી ગુંદાળા વાળો ફરીયાદી અને સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપતા ફરી ત્યાંથી તેની ઘોડીને ટેમ્પામાં ભરી નિકળતા અને રફાળીયા તરફ થોડે અગળ જતા આ ત્રણેય જણા તેઓની બે કારથી ફરીયાદીનો પીછો કરી ટેમ્પા આડે તેઓની ફોરવ્હિલ કારો રાખી અને આરોપી નં-૩નાએ ફરી ધક્કો મારી પછાડી દઈ અને આરોપી નં-૧નાએ છરી વડે ફરીને હાથમાં ઇજા કરી અને આરોપી નં-૨નાએ લાકડીના ધુસ્તા અને લાકડીથી માર મારી અને ત્રણેય જણાએ ફરી ભુંડી ગાળો આપી બીજી વાર ગળથ ગામે આવ્યો છે તો જાનથી મારી નાખશું તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તમામ આરોપીઓએ આ ગુન્હામાં એક બીજાને મદદગારી કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભેસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!