જૂનાગઢમાં અગાઉના મનદુઃખે હુમલો ઃ જાનથી મારી નાખવાની ધમકી આપી : ચાર સામે ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે બનેલા એક બનાવમાં અગાઉના મનદુઃખે હુમલો કરી અને માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં ગઈકાલે સાંજના ૮ઃ૪પના અરસામાં અજંટા ટોકીજ પાસે બનેલા બનાવ અંગે સમીર ઉર્ફે કયામતભાઈ શેખ(ઉ.વ.ર૩) રહે.સુખનાથ ચોક, જમાલવાડી, હુસેની ચોક, જૂનાગઢ વાળાએ આ કામના આરોપી શેરૂ પંજા રહે.ભાટીયા ધર્મશાળા રોડ, જૂનાગઢ, નયુમ ઉર્ફે ગની, નવાજ બમ, સમીર પંજા રહે.બધા જૂનાગઢવાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના સાહેદ હસન ઈબ્રાહીમ ભટ્ટીને આ કામના અરોપી નંબર-૩ નવાજ બમ સામે થોડા દિવસો અગાઉ માથાકુટ થયેલ હોય અને હસન ભટ્ટીએ નવાજ બમને મારેલ હોય જે માથાકુટનું મનદુઃખ રાખીને આરોપી નં-૧ શેરૂ પંજાએ છરીનો એક ઘા ફરિયાદીના માથામાં મારી ઈજા કરેલ તેમજ આરોપી નં-૩ નવાજ બમએ સાહેદ હસન ભટ્ટીને પાઈપથી શરીરે માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી તેમજ આરોપી નં-ર નયુમ ઉર્ફે ગની અને સમીર પંજાએ અન્ય સાહેદોને ઢીકાપાટુનો માર મારી તમામ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી તેમજ આરોપી નંબર-૧ શેરૂ પંજાએ ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, ૩ર૪, ર૯૪(ખ), પ૦૬(ર), ૧૪૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કેન્સ્ટેબલ એસ.વી. મારૂ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!