વ્હોટસએપ ફોટો વાયરલ : વન વિભાગને કરાઈ જાણ
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની જુના મ્યુઝયમ તરીકે ઓળખાતી ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં છેલ્લા દસ-પંદર દિવસથી દિપડો આવે છે તેવી ચર્ચાઓ થતી હતી. જેમાં ગઈ રાત્રે તે દિપડો તે જગ્યાએ આવ્યાનું શોશ્યલ મિડીયામાં ફોટો વહેતો થયેલ છે. આ અંગે વેણેશ્વર સોસાયટીમાં રહેતા રબારી રાજુભાઈ કોડીયાતરે જણાવ્યું કે, ગઈ સાંજે ૭ થી ૭ઃ૩૦ વચ્ચે આ દિપડો દેખાયાનો મોબાઈલ ફોટો મને મળેલ છે. મેં આ અંગે વન વિભાગને મોબાઈલથી જાણ કરેલ હતી. આ દિપડા અંગે વન વિભાગ સત્વરે પગલા લે તેવી અપેક્ષા રખાઈ રહી છે.