જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર ઉના વિભાગ ઉનાનાઓ દ્વારા અનડીટેક્ટ રહેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સખત સુચના કરેલ હોય જે અનુસંધાને ગઈકાલે સવારના આશરે સાડા સાતેક વાગ્યાના સમયે ઉના શિવાજી પાર્ક સામે આવેલ નાઘેર દુકાનની આગળ એક કાળા કલરની સ્કોર્પીયો ફોર વ્હીલ કાર જેના રજી. નં.જીજે-૦૬-પીઆર-૨૫૨૬ના ચાલક ડ્રાઇવરે ફોર વ્હીલ કાર પુરઝડપે ચલાવી અને પોતે કોઇ સાથે ભટકાશે તો મુત્યું થવાનું જાણતો હોવા છતાં પુર ઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇથી પોતાની ફોર વ્હીલ કાર ચલાવી પ્રથમ એક મો.સા.ને હડફેટે લઇ ત્યાર બાદ દિનેશભાઇ બાલુભાઇ ગાંધી(ઉ.વ.૭૫) રહે.ઉના વાળા ઉના શિવાજી પાર્કની સામે આવેલ નાઘેર દુકાનના શટર પાસે સુતા હતા તેના ઉપર પોતાની સ્કોર્પીયો ગાડી ચડાવી દઇ નાઘેર દુકાનના શટર સાથે ભટકાવી દઇ મરણજનારના માથાના ડાબી બાજુના ભાગે ગંભીર ઇજા કરી તથા જમણા પગ ભાંગી નાખી મૃત્યું નીપજાવી પોતાની ગાડીમાં બેસેલ સાહેદોને શરીરે ગંભીર તથા મુંઢ ઇજાઓ કરી નાસી જઇ ગુન્હો કરેલ હોય જે અંગે ઉના પોલીસ ઉના પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૮૨૪૦૮૩૬/૨૦૨૪ આઈપીસી કલમ-૩૦૪, ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે ગુન્હાના આરોપીને પકડી પાડવા પો.ઇન્સ. એમ.એન. રાણાનાઓની સુચના મુજબ ટાઉન બીટ ઇન્ચાર્જ પો.સબ ઇન્સ. આર.એચ.સુવા તથા પો.સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્કોર્પીયો ગાડીના ચાલક ડ્રાઇવર-યતીનભાઇ લીલાધરભાઇ સીંગલ(ઉ.વ.૩૮) ધંધો. ડ્રાઇવિંગ, રહે.અમદાવાદ ૧૭-એ, સૌરાષ્ટ્ર સોસાયટી આંબાવાડી, જી.અમદાવાદ વાળાને ગણતરીની કલાકો મા પકડી પાડી દાખલારૂપ કાર્યવાહી કરી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ છે. આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.