વંથલી તાલુકાના રવની ગામના રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેના પુત્ર જીહાલની હત્યા સબબ ઝડપાયેલા રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંધ, હુસેન અલારખા સાંધ, જુમા હબીબ સાંધ, પોલાભાઈ યુસુફભાઈ સાંધ, હનીફ ઈસ્માઈલ સાંધ, અબ્દુલ ઉર્ફે અબલો ઈબ્રાહીમ સાંધ તથા ઈસ્માઈલ ઈબ્રાહીમ સાંધને ક્રાઈમ બ્રાન્ચે ૪ દિવસનાં રિમાન્ડ ઉપર મેળવી તપાસમાં આરોપીઓ પાસેથી વધુ એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલની બંધુક, આરોપીઓના કપડા તથા લાકડી, પાઇપ તથા મોબાઈલ કબજે કરાયા હતા. તેમજ તપાસ સંબંધિત સાયન્ટીફિક પુરાવા મેળવ્યા હતા. આરોપીઓએ પિતા, પુત્રની હત્યા બાદ આરોપીઓએ પુરાવાનો નાશ કરેલ હોય અને વધુ હથિયારો મળી આવેલ હોય જેથી તમામની સામે આઇ.પી.સી. કલમ ૨૦૧, તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧- બી) એ. ૨૯નો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી. સોમવારે રિમાન્ડ પૂરા થતા આરોપીઓને કોર્ટમાં રજુ કરતા અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતાં તમામને જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવેલ છે.