માણાવદરના નાંદરખા ગામમાં ખેતરના રસ્તા બાબતે થઈ મારામારી : સાત લોકોને ઈજા

0

માણાવદર તાલુકાના નાંદરખા ગામે ખેતરનાં રસ્તાનાં મુદે મહિલાઓ સહિત ૧૫ શખ્સોએ સામસામો હુમલો હુમલો કરતા ૭ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. નાંદરખા ગામે રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ દૂદકિયા(ઉ.વ.૫૫)ના ખેતરના રસ્તે અતુલભાઇ જમનાદાસ ભૂત વગેરે ચાલતા હોય જેથી તેમને રમેશભાઈ અને અન્યએ રસ્તેથી ચાલવાની ના પાડી હતી જેનું મનદુઃખ રાખી અતુલભાઇ તેમજ તેના પત્ની રીટાબેન તથા ચેતનાબેન ભાવેશભાઈ, રીટાબેન કલ્પેશભાઈ, ચેતનાબેન રાજેશભાઈ, વેદાંત ઉર્ફે શ્યામ ભાવેશભાઈ, રાજેશ કાંતિભાઈ, શિલ્પાબેન વિનોદભાઈ, વિનોદભાઈ જમનભાઈ, કલ્પેશભાઈ કાંતિલાલ અને વત્સલ ભાવેશભાઈ ભૂતએ લાકડી, લાકડું અને પાવડા વડે હુમલો કર્યો રમેશભાઈ તથા તેના પત્ની રસીલાબેન અને પૌત્ર સ્મિતને ઇજા પહોંચાડી હતી. જયારે સામા પક્ષે અતુલભાઇ જમનાદાસ ભૂતનાં ખેતરમાં જવાના જાહેર રસ્તાની બાજુમાં રમેશભાઈ લખમણભાઇ દુદકિયા વગેરેએ ગટર કરી હોય જે અતુલભાઇ અને તેના પરિવારજનો બુરતા હતા તે દરમ્યાન રમેશભાઈ તેમજ એના પત્ની રસીલાબેન પુત્ર કેતન અને સ્મિત કેતનભાઇએ ઉશ્કેરાઈ જઈને લાકડાના ધોકા તેમજ લાકડી વડે હુમલો કરીને અતુલભાઇ તથા તેના પત્ની રીટાબેન તથા પરિવારના ચેતનાબેન ભાવેશભાઈ અને રીટાબેન કલ્પેશભાઈને ઈજા કરતા બંને પક્ષના ઇજાગ્રસ્તોને જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સામ સામે મારામારીના બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. આમ રસ્તાની વાત મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

error: Content is protected !!