આખરે તંત્ર હરકતમાં આવ્યું…? જાેખમી માહોલમાં નહાતા પ્રવાસીઓને પાણીમાંથી બહાર કઢાયા
ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પહેલા રાઉન્ડનો વરસાદ વરસી રહ્યો હોય જેને કારણે સમુદ્રના પાણીમાં ભારે કરંટ જાેવા મળી રહ્યો છે. અસહય ઉકળાટભર્યા વાતાવરણમાં બહારગામથી આવેલ સહેલાણીઓ વર્તમાન જાેખમી બનેલા અરબી સમુદ્રના પાણી અંગે વાકેફ ન હોય ગરમીથી બચવા દ્વારકાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે મોજાઓ વચ્ચે પણ નહાતા જાેવા મળ્યા હતા. જે અંગેના અહેવાલો મિડિયામાં પ્રસિદ્ધ થતા આખરે તંત્ર જાગ્યું હોય તેમ પોલીસ દ્વારા સહેલાણીઓને દરિયાકાંઠા ઉપરના પાણીમાંથી બહાર કાઢી પાણીમાં ન જવા સખ્ત સુચના આપવામાં આવી હતી. નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર જાેખમ હોવાનું બોર્ડ લગાવી સંતોષ મનાયો હોય તેમ પાલિકા તંત્ર દ્વારા યાત્રિકોને માહિતીગાર કરવા અંગે કોઈ પહેલ કરવામાં આવી ન હતી.
ધનરાજ નથવાણીએ ટ્વીટ કરી ચિંતા વ્યક્ત કરી
દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને રિલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણી એ પણ અરબી સમુદ્રના જાેખમી પાણીમાં નહાતા સહેલાણીઓ અંગે ચિંતા વ્યક્ત કરી સહેલાણીઓને સાવચેત રહેવા સલાહ આપી હતી. અને આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરને પણ ટ્વીટ વડે માહિતીગાર કર્યા હતા. બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને દરિયાકાંઠા ઉપર પાણીમાં નહાતા સહેલાણીઓને સલામત અન્યત્ર ખસેડયા હતા.