કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો

0

કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જાેઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો. બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો. ગત વર્ષે બાર જુનથી મેઘરાજાનું આગમન થયું હતું. છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલા મેઘરાજાનું આગમન થતું આવ્યું છે. પંદર જુન પહેલા વરસાદ થયો હતો જ્યારે હાલના વર્ષે પંદર જુન બાદ પણ મેઘરાજાનું આગમન થયું નથી. ગત વર્ષે બાર જુનથી મેઘરાજાનું આગમન થયું હતું. હાલના વર્ષે મેઘરાજાના આગમનના કાંઈ એંધાણ જાેવા નથી મળતા ત્યારે આગાહીકારોની આગાહી મુજબ વીસ જુન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જાેઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં પણ વધારો જાેવા મળી રહ્યો હતો. ગત ત્રીજા વર્ષે ૪૬૮૦ હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું. બે વર્ષ પહેલા ૫૫૦૦ હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું. ગત વર્ષે ૮૫૦૦ હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. જ્યારે હાલના વર્ષે માત્ર ૧૨૬૫ હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયંુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

error: Content is protected !!