સામાન્ય રીતે આરટીઓની કામગીરીને લઈને ઠેર-ઠેર સવાલો ઉઠતા હોય છે. પરંતુ જૂનાગઢ આરટીઓ દ્વારા છેલ્લા દોઢેક વર્ષમાં થયેલ કામગીરી એટલે નવા લાઈસન્સ, વાહનોના રજીસ્ટ્રેશન સહિતના આંકડાઓ સામે આવ્યા છે. તેના મુજબ જૂનાગઢ આરટીઓમાં છેલ્લા દોઢેક વર્ષમાં નવા ૩પ,પપ૩ વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જયારે પાછલા પાંચ મહિનામાં અલગ-અલગ નિયમો ભંગ બદલ ૧૯૭ર કેસ કરીને ૮૮ લાખનો ટેક્ષ વસુલ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં જ ૪ હજારથી વધુ નવા ડ્રાઈવીંગ લાઈસન્સ ઇશ્યુ થયા છે. તો વાહનોના રજીસ્ટ્રેશન પણ ઘણી મોટી સંખ્યામાં થયા છે. સાથોસાથ નિયમોનો ભંગ કરનારા સામે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ટીમ દ્વારા ઓવરલોડ, લાઈસન્સ, પીયુસી વગેરેના તથા ફીટનેશ સર્ટીફિકેટ થતા ઈન્સ્યોરન્સ ન હોય તેવા વાહનોની સાથે સેફટી ગાર્ડ અને રીફલેકટર નહી ધરાવતા વાહનો તેમજ ૧ જાન્યુઆરીથી ૩૧ મે સુધીના વાહન ચેકિંગ દરમ્યાન ૧૯૭ર જેટલા વાહનચાલકો સામે મેમા ફટકાર્યા હતા. આ વાહનોમાં ઓવરલોડેડ વાહનો ૧૯૯, ઓવરડાયમેન્શન કેસ ૧૩ર, ટેકસ કેસ ૯ર, અધર્સ કેસ ૧પ૪૯, સમાવેશ થાય છે. એમ કુલ ૧૯૭ર જેટલા વાહનચાલકો સામે ચેકિંગ હાથ ધરીને છેલ્લા બે વર્ષમાં પેનલ્ટી, વ્યાજ, દંડની રકમ મળીને કુલ રૂા.૮૮,૦ર,૧૧૩ના મેમો ફટકાર્યા છે. ભારે વાહનોની પાછળ સેફટી ગાર્ડ કે અન્ય વાહનોની પાછળ રેડીયમ રીફલેકટર નહી હોવાને કારણે જીવલેણ અકસ્માત સર્જાગય છે. આરટીઓ દ્વારા કરાયેલ ચેકિંગમાં વાહનો વિમો ન હોય, ફિટનેસ સર્ટીફિકેટ, આંખો આંજી દે તેવી લાઈટ રીફલેકટર, સેફટી ગાર્ડ, પીયુસી અને ઓવરલોડ ચાલતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે છેલ્લા ચાર માસ દરમ્યાન કરાયેલ કાર્યવાહીમાં જાન્યુઆરી માસમાં ર૦૬, ફેબ્રુઆરીમાં ૧૩પ, માર્ચ ૪૭૭, એપ્રિલમાં સૌથી વધુ ૬૦૦ મળી ૧૪૧૮ વાહનચાલકો ૩૩.પ૪ લાખનો મેમો ફટકારી મટર વ્હીકલ એકટ મુજબ દંડ ફટકારવામાં આવ્યા હતા અને આરટીઓ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી સમયમાં પણ ચેકિંગ ડ્રાઈવ શરૂ રાખવામાં આવશે તેમજ નીયમભંગ કરતા વાહનો સામે કવાયત શરૂ રાખવામાં આવશે. જૂનાગઢ આરટીઓના મુખ્ય અધિકારી એ.પી. પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું કે, ર૦ર૩માં ૧રરપ૭ જેટલા નવા ડ્રાઈવિંગ લાઈસન્સ અને ર૦ર૪માં જાન્યુઆરીથી મે મહિનાના અંત સુધીમાં ૪૭૩૮ જેટલા ડ્રાઈવીંગ લાઈસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા છે.