હજુ એક અઠવાડિયું વાવણી લાયક વરસાદની સંભાવના નથી : ર૭ જુનથી વરસાદની શક્યતા

0

ગુજરાતના દક્ષિણ વિસ્તાર સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને સોરઠમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્ર સહિત લોકોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. અત્યારે નૈઋત્ય ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં નવસારી વિસ્તારમાં સ્થિર થયું છે પણ અહીંથી હાલ આગળ વધવાની શક્યતા નહીવત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, હજુ એક અઠવાડિયું વાવણી લાયક વરસાદની સંભાવના નથી. ૨૦ જૂનથી દરિયાઈ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. પરંતુ નૈઋત્ય ચોમાસુ આગામી તા.૨૭ જૂનથી નવસારીથી આગળ વધશે અને જેના પગલે સૌરાષ્ટ્ર, સોરઠમાં મેઘરાજાની જમાવટ થશે. અત્યારના સંજાેગો અને સ્થિતિએ ખેડૂતોએ વાવણી કરવી હિતાવહ નથી. હજુ ૮ દિવસ પછી વાવણી લાયક વરસાદ પડનાર છે તેવુ હવામાન વિભાગે જણાવેલ છ. બુધવારે પણ જૂનાગઢ સહિત સોરઠમાં આકાશ વાદળછાયું રહ્યું હતું. સવારે શહેરમાં હળવા વરસાદનું ઝાપટું વરસતા રસ્તા ભીના થઈ ગયા હતા. જેના પગલે સવારના લઘુતમ તાપમાન ઘટીને ૨૭.૮ ડિગ્રી નોંધાયું હતું. તમે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૫ ટકાએ પહોંચી ગયું હતું. જ્યારે બપોરે મંગળવારની સરખામણીએ મહત્તમ તાપમાનમાં પારો ઉપર ચડીને ૩૮.૫ ડિગ્રીએ સ્થિર થયો હતો. વાતાવરણમાં ભેજ૫૧ ટકા યથાવત રહ્યો હતો. જેના પરિણામે આખો દિવસ બફારોનો સામનો કરવો પડ્યો હતો. દિવસ દરમ્યાન પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૦.૩ કિલોમીટરની રહી હતી.

error: Content is protected !!