પીએચડી થયેલ પરિણીતાનુ પતિએ ગળુ દબાવ્યું, સાસુ- સસરાને ધક્કો લગાવતા પરિણીતાએ પોલીસમાં ૪ સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર વંથલીના પીએચડી થયેલા કાજલબેન(ઉ.વ.૩૪)ના લગ્ન ૧૬ એપ્રિલ ૨૦૩૦ના રોજ વિસાવદર તાલુકાના કાલસારી ગામે રહેતા મહેન્દ્રભાઈ ચનાભાઈ ભાસા સાથે થયા હતા. લગ્ન થયાના ૪ મહિના સુધી સારી રીતે રાખેલ તે દરમિયાન કાજલબેન પીએચડીનો અભ્યાસ કરતા હતા. જેથી પતિ તથા સાસુ ચંપાબેન, સસરા ચનાભાઈ અને નણંદ લતાબેન તું તારા પિયર માંથી કંઈ લઈ આવેલ નથી અને કાંઈ ઘર કામ કરતી નથી તેમ કહી મેણા ટોણા મારતા હતા. આ પછી ૬ મહિના બાદ પરિણીતાના પિતાએ ભેસાણ ખાતે આંબાનો બગીચો રાખ્યો હોય ત્યાં જઈ ઝઘડો કર્યો હતો. બાદમાં કાલસરી ઘરે લઈ જઈ હતી પતિએ ગળુ દબાવવાનો પ્રયાસ કરી તું ગમતી જ નથી અને અહીંથી નીકળી જા તેમ કહી પરિણીતાના માતા, પિતાને ધક્કો લગાવી ઘરમાંથી કાઢી મૂકી હોવાની ફરિયાદ પરિણીતાએ નોંધાવતા વંથલી પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.