માળીયા હાટીનાના અવાણીયા ગામે વીજશોક લાગતા વૃધ્ધનું મોત

0


માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે વૃધ્ધને વીજશોક લાગતા મોત નિપજયાનું માળીયા હાટીના પોલીસ મથકે નોંધાયું છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા હાટીના પોલીસ મથકે વિપુલભાઈ વાલજીભાઈ સોંદરવાએ જાહેર કરેલ કે પોતાના મૃતક પિતા વાલજીભાઈ(ઉ.વ.૬પ)વાળાઓ પોતાના ઘરે પંખો લગાવતા હોય અને દિવાલ ભીની હોય જેથી વીજશોક લાગતા મોત નિપજયાનું જાહેર કરતા માળીયા હાટીના પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી.

error: Content is protected !!