જૂનાગઢ કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેઓની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પણ જાેડાયા હતા. જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, તેઓએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પણ સહભાગી થયા હતા. કલેકટર અને ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી વિભાગ સહિતના વિભાગોની મુલાકાત લઈને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે કેમ ? અને ઉપલબ્ધ સુવિધા અંગે સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો. બ્રહ્મભટ્ટ પાસેથી માહિતી મેળવી હતી. કલેકટરએ દર્દીઓ સાથે પણ સંવાદ કરી મળતી સારવાર અંગે માહિતગાર થઈ હોસ્પિટલ તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે તે માટે હોસ્પિટલ ઓથોરિટીને તાત્કાલિક કામગીરી કરવા સફાઈમાં અગ્રતા આપવા અને ફરી પાણી ન ભરાય અને સતત સ્વચ્છતા રહે તે માટે જરૂરી તાકીદ કરી હતી.