ખંભાળિયાની મહિલા સંસ્થાઓનો હરિયાળી ઝુંબેશમાં નોંધપાત્ર સહયોગ : મોટી સંખ્યામાં વૃક્ષો દતક લેવાયા ખંભાળિયા શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં ૨૦૦૦ વૃક્ષોની હરિયાળી ઉભી કરવા માટે ગ્રીન ખંભાળિયા સંસ્થા દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર તથા આસપાસના વિસ્તારોના તબીબો, વિવિધ એસોસિયેશન, આગેવાનો સહિત સૌ કોઈ વ્યક્તિઓ દ્વારા નોંધપાત્ર સહયોગ સાંપળી રહ્યો છે. આ ઝુંબેશમાં અહીંની મહિલા સંસ્થાઓ પણ આગળ આવી છે. ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી અગ્રણી જેમિનીબેન મોટાણીના વડપણ હેઠળ ચાલી રહેલી સંસ્થા રઘુવંશી મહિલા મંડળ બહેનોના સહયોગથી કુલ ૬૦ વૃક્ષો દતક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ સહયોગમાં રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ અલકાબેન મોદી, સેક્રેટરી હેતલબેન સવજાણી, ટ્રેઝરર બ્રિન્દાબેન બરછા વિગેરેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત ખંભાળિયા મહિલા મંડળ દ્વારા પાંચ તેમજ લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સના બહેનો દ્વારા પણ ચાર વૃક્ષો દતક લેવાનો સહયોગ મળ્યો છે. જેને નગરજનોએ બિરદાવી સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરાયો છે. આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે ખંભાળિયામાં ૨૦૦૦ વૃક્ષોના ટાર્ગેટને સિદ્ધ કરવા ગ્રીન ખંભાળિયાને સફળતા મળી રહી છે. ત્યારે આગામી નજીકના ભવિષ્યમાં આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે.

0

ખંભાળિયા શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં ૨૦૦૦ વૃક્ષોની હરિયાળી ઉભી કરવા માટે ગ્રીન ખંભાળિયા સંસ્થા દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર તથા આસપાસના વિસ્તારોના તબીબો, વિવિધ એસોસિયેશન, આગેવાનો સહિત સૌ કોઈ વ્યક્તિઓ દ્વારા નોંધપાત્ર સહયોગ સાંપળી રહ્યો છે. આ ઝુંબેશમાં અહીંની મહિલા સંસ્થાઓ પણ આગળ આવી છે. ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી અગ્રણી જેમિનીબેન મોટાણીના વડપણ હેઠળ ચાલી રહેલી સંસ્થા રઘુવંશી મહિલા મંડળ બહેનોના સહયોગથી કુલ ૬૦ વૃક્ષો દતક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ સહયોગમાં રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ અલકાબેન મોદી, સેક્રેટરી હેતલબેન સવજાણી, ટ્રેઝરર બ્રિન્દાબેન બરછા વિગેરેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત ખંભાળિયા મહિલા મંડળ દ્વારા પાંચ તેમજ લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સના બહેનો દ્વારા પણ ચાર વૃક્ષો દતક લેવાનો સહયોગ મળ્યો છે. જેને નગરજનોએ બિરદાવી સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરાયો છે. આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે ખંભાળિયામાં ૨૦૦૦ વૃક્ષોના ટાર્ગેટને સિદ્ધ કરવા ગ્રીન ખંભાળિયાને સફળતા મળી રહી છે. ત્યારે આગામી નજીકના ભવિષ્યમાં આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે.

error: Content is protected !!