મીઠાપુર ટાટા કેમિકલ્સ હોસ્પિટલ ખાતે ર૧ જુલાઈએ યોજાનારા રક્તદાન અભિયાનમાં જાેડાવા અપીલ

0

ટાટા કેમિકલ્સ હોસ્પિટલ, મીઠાપુર, જી.જી.હોસ્પિટલ મેડિકલ સાથેના સહયોગમાં ૨૧મી જુલાઈ, રવિવારના સવારે ૯થી બપોરના ર સુધી(રજિસ્ટ્રેશન સવારે ૭.૩૦ કલાકેથી શરૂ થશે) ટાટા કેમિકલ્સ હોસ્પિટલ, મીઠાપુર ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરી રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ બ્લડ બેંકની જરૂરિયાતો પૂરી કરવા તથા પ્રાપ્ત થયેલા વધારાના બ્લડને સરકારી હોસ્પિટલને દાન કરવાનો છે. અત્યંત પ્રશિક્ષિત મેડિકલ ટેક્નિશિયન્સ, ફિઝિશિયન્સ અને હોસ્પિટલ સ્ટાફની પ્રતિબદ્ધ ટીમ સમગ્ર રક્તદાન અભિયાનમાં દાતાઓની સુરક્ષા અને સુગમતા સુનિશ્ચિત કરવા માટે ઉપલબ્ધ રહેશે. ટાટા કેમિકલ્સ હોસ્પિટલ રક્તદાન શિબિરમાં, તેની પહેલા અને પછીની સંભાળ માટે જરૂરી વ્યવસ્થાઓનું આયોજન કરશે અને તમામ જરૂરી સપ્લાય અને ટ્રીટમેન્ટ પૂરી પાડશે. સ્થાનિક રહીશો તથા સમુદાયોને આ ઉમદા હેતુ માટે તેમનું સમર્થન દર્શાવવા તથા તેમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

error: Content is protected !!