બુકર ફળીયા વિતારના રહેવાસી મહેબૂબભાઈ યાકુબભાઈ વિદ્યાએ જૂનાગઢ મ.ન.પા. વોર્ડ નં.૮ બુકર ફળીયા વિસ્તારમાં જર્જરીત ઈમારત ધરાશાહી થયેલી હોવ અને બાકીનો ભાગ અટકેલ હોય જાનહાનિ થવાની શકયતા હોય તો તાત્કાલીક ઉતરાવી લેવા મનપા કમિશ્નરને રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું કે, જૂનાગઢના મ.ન.પા. હદ વિસ્તારના વોર્ડ નં.૮માં બુકર ફળીયામાં મેમણ જમાત ખાના નામની જર્જરીત ઈમારત આવેલ છે. જેને મનપા ધ્વારા તા.૧૨-૭-૨૪ના રોજ આ ઈમારત ઉતારી લેવા માટે નોટીસ પણ આપેલ હતી તેમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ના કરતા આ ઈમારતનો એક ભાગ તા.૨૨-૭-૨૦૨૪ના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે ધરાશાહી થતા ત્યાં ઉભેલા ૩ વાહનોને નુકશાન થયેલ છે. સદનશીબે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ હાલ પણ ત્યાં આ ઈમારતનો જર્જરીત ભાગ અટકેલ હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાહી થાય તેમ છે. આ ઈમારતની આજુબાજુ નાના બાળકોની સ્કુલો પણ આવેલ છે અને જાહેર રસ્તો પણ છે. માટે કોઈ જ જાનહાનિ થાય તે પહેલા તાત્કાલીક ધોરણે આ ઈમારતને સંપુર્ણ ઉતારી લેવા માંગ કરી છે.