ગુરૂપૂણિર્મા એટલે ગુરૂભકિતના પાવન પર્વની ઉજવણી. સમગ્ર સંસારનું સંચાલન કરનાર એવા જગદગુરૂ શ્રીકૃષ્ણ પોતાના જીવન ઉપરથી સમગ્ર સંસારને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમ વ્યકિતના જીવનરથના સારથિ સમાન અંશ એટલે ગુરૂ. આ અષાઢ સુદ પુનમના પવિત્ર પર્વની શ્રી સરદાર પટેલ એજયુ. ટ્રસ્ટ, જોષીપરા જૂનાગઢ સંચાલિત ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં કાર્યરત તમામ વિભાગોમાં ઉત્સાહભેર અનેરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપૂણિર્મા સંદર્ભે આયોજિત વિવિધ કાર્યક્રમોની શરૂઆત દિપપ્રાગટયથી કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનઓનું પુષ્પગુચ્છ અને કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ તકે સંસ્થાના અભ્યાસ કરતી તમામ દિકરીઓએ તેમના ગુરૂ પ્રત્યેના ભાવને વિવિધ કૃતિઓ દ્વારા પ્રદશિર્ત કર્યો હતો. આ તકે સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસીયા, કેમ્પસ ડાયરેકટ રાણપરીયા, વહીવટી અધિકારી ગજેરા તથા શિક્ષણનિયામક ડોબરીયાએ ગુરૂપૂણિર્માના આ પાવન પ્રસંગે તમામ વિભાગીય વડાઓ, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.