સાંસદ, જીલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૨૪ માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. આ સદસ્યતા અભિયાનમાં ઁસ્, ઝ્રસ્ સહિત ટોચના મહાનુભાવોને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે. આ સદસ્યતા અભિયાનમાં ૧.૫ કરોડથી વધુ લોકોને ભાજપમાં જાેડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સાચી મલ્ટીપ્લેક્સ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભાઈ પીઠીયાની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લાના સદસ્યતા અભિયાન ૨૦૨૪ના લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાંમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી અત્યાર સુધીના કાર્યકાળને દર્શાવતી વીડિયો ફિલ્મ સાથે કાર્યકર્તાઓ અને આગેવાનોને પાર્ટીને વધુ મજબૂત બનાવવા વધુમાં વધુ લોકોને પાર્ટી સાથે જાેડાવા આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર પીઠીયાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં ચાર લાખથી વધુ લોકોને અભિયાન અંતર્ગત ભાજપ સાથે જાેડાવાનો લક્ષ્યાંક છે અને આ માટે સંગઠન અને ચૂંટાયેલા પદાધિકારીઓને જવાબદારી પણ સુપ્રત કરાઈ છે અને મોટાભાગના આગેવાનો અને કાર્યકર્તાઓ લક્ષ્યાંકને પૂર્ણ કરવા ઉત્સાહભેર કાર્ય કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર પીઠીયા દ્વારા જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમાને ઓનલાઈન સદસ્ય બનાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સદસ્યતા અભિયાનના ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અને જિલ્લાના મહામંત્રી દિલીપ બારડ, વિશાલ વોરા, ડો.જયેશ વાઘાસિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિત ભાજપના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ સદસ્યતા અભિયાનમાં ૧.૫ કરોડથી વધુ લોકોને ભાજપમાં જાેડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.