તા.ર૩-૯-૨૦૨૪ને સોમવારના રોજ બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ, જૂનાગઢમાં કાર્યરત એનએસએસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં સંયુક્ત તત્વાવધાનમાં નશામુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન મુખ્ય અતિથી તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં ચીફમેન્ટર અને વિખ્યાત ડર્મેટોલોજીસ્ટ એવા ડો.પીયુષ બોરખતરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સિવાય આ કાર્યક્રમમાં યોગકોચ તરીકે ચેતનાબેન ગજેરા, વૈશાલીબેન ચુડાસમા તથા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરનાર ખુલ્બુબેન ગરાળાની પણ ઉપસ્થિતિ રહી હતી. મુખ્ય અતિથી દ્વારા પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને નશાનાં દુષ્પરિણામો જણાવ્યા તથા નશાની બદીમાંથી મુક્ત થવા માટે વૈજ્ઞાનિક રસ્તો પણ બતાવ્યો હતો. આ તકે યોગકોચ દ્વારા વિવિધ યૌગિક આસનો તથા ક્રિયાઓ બતાવી કે જેનાથી નશામુક્તિમાં સહાયતા પ્રાપ્ત થાય છે. અંતમાં કોલેજનાં આચાર્ય દ્વારા પોતાનાં અધ્યક્ષીય ઉદ્યોધનમાં વિદ્યાર્થીઓને નશામુક્તિનો પ્રેરક સંદેશ આપ્યો તથા આ કાર્યક્રમનાં સફળ આયોજન તથા સંચાલન બદલ એન.એસ.એસ કોર્ડીનેટર ડો. હાર્દિક રાજ્યગુરૂને અભિનંદન પાઠવ્યા હતા.