બગડુ ગામે સમૂહ લગ્નના પ્રણેતા હરસુખભાઈ વઘાસીયાના પેટ્રોલપંપની કૃષિ મંત્રીએ શુભેચ્છા મુલાકાત લીધી

0

સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળ્યા અને તેનું નિરાકરણ કરવાની ખાતરી આપી

મેંદરડા તાલુકાના સમૂહ લગ્નના પ્રણેતા અને સોરઠના સામાજીક અગ્રણી હરસુખભાઈ વઘાસિયા અને મથુરભાઈ ગોંડલીયાના રૂદ્ર પેટ્રોલ પંપ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે મોટી સંખ્યામાં મિત્ર મંડળ અને અગ્રણીઓ અને આજુબાજુ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું હરસુખભાઈએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કૃષિ મંત્રીને મળવા માટે આજુબાજુ ગામના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કૃષિલક્ષી પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ કરવાની પણ ખાતરી આપી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, અરવિંદભાઈ લાડાણી, કેતનભાઈ ધોણીયા અને દિનેશભાઈ મેતર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!