કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ : કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે પણ બાળકોને સાઉન્ડ થેરાપી આપવામાં આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે : ઓડિયોલોજી કોલેજના વિસ્તરણ અને આધુનિકરણનું પણ લોકાર્પણ કરાયું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. સરકારી સંસ્થામાં આ પ્રકારનું સેન્ટર શરુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સોલા સિવિલ હોસ્પિટલ સ્થિત ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કૉલેજમાં થયેલા આધુનિકરણનું પણ લોકાર્પણ કરાયું હતું.

error: Content is protected !!