સ્વાગત દિને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સનાતન વૈદિક ષોડ્‌ષોપચાર દ્વારા પૂજન સન્માન

0

અક્ષરવાડી બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે તા.૩ ઓક્ટોબરની સાયં સભાના ‘સ્વાગત દિન’ કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ઉમંગે હર્ષોલ્લાસે સંતો ભક્તોની મેદની દ્વારા સ્વાગત-સન્માન કરાયું હતું. સંગીત યુવા વૃંદના ગાયકોનાં કીર્તનગાન બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે સ્ટાફમાં વિચરણ કરીને વિવિધ વિભાગોમાં સેવા આપતા સંતો દ્વારા મહંત સ્વામી મહારાજનું વિરલ વ્યક્તિત્વ, તેમનાં અંતરમાં ‘સૌનું ભલું કરવાના હિતકારી વિચારો’ વગેરે દિવ્ય ભક્તિમય ગુણોને ઉજાગર કરવામાં આવ્યા હતા. જેમાં મહંત સ્વામી મહારાજની સતત સાથે રહી સેવા આપતા પૂજ્ય ઉત્તમ યોગી સ્વામીએ ‘એકાંતિક સંત મહંત સ્વામી’વિષયક વક્તવ્ય આપ્યું. કે જેઓ અમેરિકાથી સાધુ થયા છે અને ‘સાયકોલોજી’માં ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ મહંત સ્વામીના અન્ય સેવક સંતો સાથે મહંત સ્વામી મહારાજને નિકટથી જાણવાં માણવાં એક સુંદર પ્રશ્નોત્તરી પ્રસ્તુત કરાઈ હતી. બી.એ.પી.એસ વિદ્યામંદિરનાં બાળકોના સુંદર સ્વાગત નૃત્ય બાદ બી.એ.પી.એસનાં બાળ વૃંદના વૈદિકગાનના સુરમ્ય ઘોષ વચ્ચે જૂનાગઢ અક્ષર મંદિરમાં સેવા આપતા પૂજ્ય સંતોએ સમગ્ર જુનાગઢ ભાવિક જનતા તથા સત્સંગ સમાજ વતી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભારતીય સંસ્કૃતિ મુજબ સનાતન વૈદિક ષોડ્‌ષોપચાર વિધિથી પૂજન કર્યું હતું. પૂજ્ય સંતો દ્વારા ક્રમશઃ સ્વામીશ્રીને ભાલે અક્ષત્‌ અને સ્વસ્તિવાચન તથા ચંદનની અર્ચા કરાઈ હતી. હાથે નાડાછડી તથા ગળામાં સુંદર હાર ધારણ કરાવવામાં આવ્યા હતા. વિશેષમાં સંસ્થાના અગ્રગણ્‌ય સત્સંગીઓએ મહંત સ્વામી મહારાજ સમક્ષ કુલ ૧૫ મિષ્ટાન્નના છાબ, ૧૦ વિવિધ ફળોના છાબ, ૫ ઘરેણા અલંકારોના છાબ , ૧૦ સૂકામેવા ભરેલા છાબ ભક્તિ ભાવપૂર્વક અર્પણ કર્યા હતા. અંતમાં ગુરૂ હરિ ચરણે મંત્રપુષ્પાંજલિ બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ ઠાકોરજીની આરતી ઉતારી હતી. તે સાથે જ સભામાં બેઠેલા સહુ ભક્તજનોએ પોતાના ઘરેથી લાવેલ આરતી વડે આરતી ઉતારી હતી અને પોતાના સ્થાનેથી દૂરથી જ પોત પોતાના હાર ઊંચા કરીને સહુએ મહંત સ્વામીને દર્શાવીને ગદ્‌ ગદ્‌ કંઠે ભાવથી વધાવ્યા હતા. અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌ ભક્ત મેદનીને આશીર્વચન પાઠવ્યા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં સવારે પ્રાતઃ પૂજાનાં દર્શન અને કથાનો લાભ પણ દરરોજ પ્રાપ્ત થાય છે. અત્રે નોંધનીય છે કે મહંત સ્વામી મહારાજ સાથે સતત વિચરણ કરતા આ સંતોમાં બે ડોક્ટર સંત સ્વામીશ્રીની તબીબી સેવામાં છે. અન્ય ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ કરેલ સંતો રિપોર્ટર, પત્રકાર, રસોઈકાર તરીકે તથા ઠાકોરજીના તથા સ્વામીશ્રીના અંગત સેવક તરીકે ભક્તિ ભાવથી મહેનત કરીને સેવા આપી રહ્યા છે . ૯૧ વર્ષની વૃદ્ધ વયે મહંત સ્વામી મહારાજ હજુ પણ સતત ધર્મસ્થાપન માટે વિચરણ કરી રહ્યા છે. તેઓ સમગ્ર હિન્દુ સમાજનું ગૌરવ છે. સર્વધર્મ સમાદર આપતા પરમ હિતકારી સંત છે. વિશ્વ વંદનીય છે.

error: Content is protected !!